“બે મુસાફર” ગુજરાતી ટૂંકી વાર્તા (“Two Travelers” Gujarati short story)

By

ગુજરાતી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ઈન્ટરનેટ પર ખુબ જ ઓછો જોવા મળે છે તે ધ્યાન માં રાખતા અમે આ બ્લોગ મેં તેનું એક વિશેષ કલેકશન કરવાનો વિચાર કર્યો છે. અને અમને આશા છે કે તમને આ બધી જ ગુજરાતી ટૂંકી વાર્તા ખુબ જ ગમશે. અને તમારી કોઈ પણ ફરમાઈશ હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમર સુધી પહોંચાડી શકો છો.

“બે મુસાફર”

કપડાં ઉઠાવ્યાં, કોઈનાં ઘરેણાં લૂંટ્યાં, તો કોઈનો રાજદંડ અને કોઈનું સિંહાસન પડાવ્યું. એ રીતે પોતે બન્યો રાજા અને વાંદરીને બનાવી રાણી ! રાણીને માટે એક હતો વાંદરો. એને રાજા થવાનું મન થયું. વાંદરાએ કોઈનાં સુંદર પણ હીરામોતીના નવલખા હાર, ભાતીગળ વસ્ત્રો અને રત્નજડિત સિંહાસન તથા છત્રચામર મેળવ્યાં.

આ કાર્યમાં સહાય કરનારને વાનરરાજે સારા સારા શિરપાવ આપ્યા. કોઈને પ્રધાન, કોઈને સેનાપતિ, કોઈને ન્યાયાધીશ તો કોઈને અંગત મંત્રી બનાવ્યા. એમ વાનરરાજની સભા દીપી ઊઠી. રોજ સવારે સૂર્યોદય થતાં જ સભા ભરાય. નાની મોટી ફરિયાદો સાંભળવામાં આવે, ન્યાય તોળાય, માફી અપાય, શિક્ષા થાય, નવા નવા કાયદાઓ ઘડાય, નાણાં એકત્ર કરવાની જોગવાઈ થાય.

એ રીતે રાજવહીવટ ચાલવા લાગ્યો. પણ વાનરરાજને એટલાથી સંતોષ ન થયો. માત્ર આસન મેળવવાથી, સુંદર વસ્ત્રાભૂષણોથી, વિલાસ વૈભવથી સંતોષ કેમ થાય ? રાજા બને તેને પોતાની વાહ વાહ કરનાર પણ જોઈએ. તરત જ વાનરરાજનો હુકમ છૂટ્યો : “પ્રધાનજી ! રસ્તે જતાં કોઈ પણ મુસાફરને અહીં પકડી મંગાવો.”

પ્રધાનજીએ સિપાઈઓને હુકમ કર્યો. બે જોરાવર વાંદરા હાથમાં મજબૂત ડાળીઓ લઈ, રસ્તો આંતરીને ઊભા. એટલામાં બે મુસાફરો નીકળ્યા, બંનેને પકડીને રાજાસાહેબ સમક્ષ ખડા કરવામાં આવ્યો, વાનરરાજે બંનેનું ભાવપૂર્વક સ્વાગત કર્યું. એક મુસાફરે નીચા નમી રાજાસાહેબને પ્રણામ કર્યા.

એટલે પ્રધાનજીએ તેને પૂછયું : “બોલો, આપને આ મુસાફર બોલ્યો : ‘આવી રાજ્યસભા મેં અગાઉ કૌઈ દિવસ જોઈ નથી મહારાજા સિંહાસને બિરાજ્યા છે. બાજુમાં મહારાણીજી શોભી રહ્યાં છે. પ્રધાનનું ગાંભીર્ય અને સેનાધિપતિનો રૂઆબ જોતાં છક થઈ જવાય છે અને અન્ય રાજદરબારીઓ આ શૌભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે.

આપની રાજ્યસભા નિહાળીને મને બહુ આનંદ થાય છે. આપે મારું જે સ્વાગત કર્યું. મને માન આપ્યું તે બદલ આપનો અત્યંત આભારી છું. મારી જાતને હું પરમ ભાગ્યશાળી. સભા કેવી લાગે છે ” સમજું છું.” ખુશામતભર્યા શબ્દો સાંભળી રાજાસાહેબ બહુ ખુશ થયા. તેમણે પ્રધાનજીને હુકમ કર્યો : “આ મુસાફરને મારી બાજુમાં જ સુંદર આસન આપો. તેમને વસ્ત્રાભૂષણ આપો.

ફળફૂલ આપો અને રાજસભા પૂરી થયા બાદ તેમને આરામ માટે આપણા ઉપવનમાં નિવાસ આપજો.’ મુસાફરને આરામ અને આહારની જ જરૂરી હતી. એ થાકેલો હતો. ભૂખ્યો હતો. રાજ્યદરબારમાં બેસવાનો શોખીન હતો. તેને જોઈતું હતું તે મળી ગયું.

એક મુસાફરે પ્રશંસા કરી એટલે રાજાજીની વખાણ સાંભળવાની ભૂખ ઊઘડી. એમને થયું દરેકે આ રીતે જ મારી પ્રશંસા કરવી જોઈએ. એક જણની ખોટી ખુશામતથી દુનિયા આખીની ખુશામત સાંભળવાનું મન થાય છે. વાનરરાજનું પણ એમ જ બન્યું. તેમણે બીજા મુસાફરને પૂછ્યું : “કેમ, તમને આ સભા કેવી લાગે છે ” બીજો મુસાફર તો શાંતિથી અદબ વાળીને ઊભો હતો.

રાજાજીએ પોતે જ પ્રશ્ન પૂછ્યો. પ્રધાનજી, સેનાપતિ અને બીજા દરબારીઓ ઉત્તર સાંભળવા આતુર બન્યા. બીજો મુસાફર મનમાં વિચાર કરવા લાગ્યો. એને થયું : “મારા સાથીએ સાચી ખોટી અનેક વાતો કરી. ઘણી અતિશયોક્તિ કરી. છતાં તેને આસન, ફિલિ, વસ્ત્રાભૂષણ, સરસ નિવાસ વગેરે ભેટ સોગાદ મળ્યાં તો હું જેવું છે તેવું તદ્દન સત્ય કહું તો મને શું ન મળે ?

પણ કશું મળે કે ન મળે, જૈવું હોય તેવું જ કહેવું જોઈએ.’ આમ વિચારીને તે બોલ્યો : “આપની જાતિ નકલ કરવામાં ઘણી કુશળ હોય છે. આપે રાજસભાની સરસ નકલ કરી છે, આપને શિરે છત્રચામર ઝૂલી રહ્યાં છે. જઈની પાસેથી પડાવી લીધલાં હોય પણ ભપકાદાર વસ્ત્ર આભૂષણથી આપ મ જણ તમારી જાતિની ચંચળવૃત્તિને દબાવી પ્રધાનની માફક આ બન્ન. વાનરે વાંદરી, રાજારાણી જેવાં દેખાઓ છો.

તમારી બાજુમાં ભલે ઘબર, જથી રન અલમસ્ત વાનરે તમારામાં ભાગ્યે જ જોવા મળે તેવી શિસ્તની થઈને બેઠા છે. આ બાજુ લાકડાની તલવાર લટકાવીને સેનાપતિની. ભાવનાથી ખેડા છે. તેવું જ આ બધા રાજદરબારી વાંદરાઓનું છે. ખરેખર તમે ટર્મ રાજસભાની આબેહૂબ નકલ કરી છે…

‘વારંવાર વાનર’ શબ્દ બોલાયો. ‘નકલ’ કરી છે અને ઘરેણાં વગેરે ડાવી’ હોય. આવું આવું અવિનયસૂચક સંભાષણ સાંભળતાં જ ગુજરાણી, પ્રધાન, રોનાપતિ સૌનો મિજાજ ગયો. રાજારાણીએ પડખાં ખજવાળ્યાં, પ્રધનજીએ ઇતિયાં કા, રોનાપતિએ કિકિયારી કરી અને બે-પાંચ વાનરે સિપાઈઓ ઝપટ કરીને એ કાર ઉપર તૂટી પડ્યા. જોતજોતાંમાં એ હતો ન હતો થઈ ગયો. સાચું કહેવાનો પહેલાં મુસાફરે પોતાના સાથીદારની મૂર્ખતા સામે આછું સ્મિત કર્યું. એને સંપૂર્ણ શિરપાવ મળ્યો !

Leave a Comment