“સત્યનો વિજય” ટૂંકી બાલવાર્તા (The victory of truth Gujarati short stories for kids)

By

નમસ્તે મિત્રો, આપ સૌનું મારા બ્લોગ હેપી મોડ એપીકે માં સ્વાગત છે. જેમકે તમે કેટલી જગ્યા એ સાંભળ્યું હશે ને કેટલી ચોપડીઓ માં વાંચ્યું હશે કે “સત્ય નો હંમેશા વિજય થાય છે”. આજ ની આ વાર્તા પણ આ વિષય ઉપર જ છે અને મને વિશ્વાશ છે કે તમને આ વાર્તા વાંચીને જરૂર મજા આવશે.

“સત્યનો વિજય” બાલવાર્તા

કોઈ એક જમાનામાં, કોઈ એક નગરમાં ધર્મબુદ્ધિ અને દુષ્ટબુદ્ધિ નામના છે વણિક પુત્રો વસતા હતા. બંને બાલમિત્રો હતા. સાથે રમ્યા, સાથે ભણ્યા. જુવા થયા ત્યારે તેમણે દેશાવરમાં જઈને ધન કમાવાનો વિચાર કર્યો. માતાપિતાની રજ લઈ બંને વિદેશયાત્રાએ ગયા, કેટલાંક વરસે તેઓ સારી સંપત્તિ મેળવીને સ્વદેશ પાછા ફર્યા.

પોતાના નગરના સીમાડે આવ્યા ત્યારે દુષ્ટબુદ્ધિએ પોતાના મિત્ર ધર્મબુદ્ધિને કહ્યું : “આપણે ઘણું ધન મેળવ્યું છે. આપણા રાજાને એની જાણ થશે તો તે આપણી પાસેથી ધન લઈ લેશે અને આપણા પડોશીઓ આટલું બધું દ્રવ્ય. જોઈને આપણી ઈર્ષા કરશે માટે આપણે થોડું ધન આપણી પાસે રાખીને બાકીનું આ વડલાના ઝાડ નીચે દાટ રાખીએ.

પાછળથી કોઈ વાર આવીને લઈ જઈશું.’ ધર્મબુદ્ધિએ એમાં સંમતિ આપી. હજાર હજાર સોનામહોર પોતાની પાસે રાખીને બાકીનું ધન તેમણે વડલાના ઝાડ નીચે દાટવું. બંને જીગરજાન દોસ્ત હોવાથી પરદેશમાં એક જ દુકાન રાખેલી અને જે ધન મેળવેલું તે સહિયારું હતું.

એટલે બંનેએ નક્કી કર્યું કે કેટલાક સમય પછી દાટેલું ધન લઈ જઈશું અને પછી બંને વહેંચી લઈશું. બંને મિત્રો ધન કમાઈને આવ્યા તેથી તેમનાં માતપિતાને આનંદ થયો, પણ દુષ્ટબુદ્ધિનાં માબાપને જ્યારે ખબર પડી કે દીકરો માત્ર એક હજાર સોનામહોર જ લાવ્યો છે ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયાં અને એના બાપે તો ન કહેવાનાં વેણ સંભળાવ્યાં.

દુષ્ટબુદ્ધિની સ્ત્રી પણ નારાજ થઈ. તેને માટે કપડાં, દાગીના, કશું જ ન લાવવા બદલ એણે પતિની સાથે રીસામણાં લીધાં. આમ, વરસો બાદ આવેલા દુષ્ટબુદ્ધિનાં કુટુંબીજનોએ રાજી થવાને બદલે તેનો તિરસ્કાર કર્યો જ્યારે ધર્મબુદ્ધિનાં માબાપ, પત્ની, બહેન, ભાઈ સૌએ કહ્યું કે આટલું ધન તો આપણે જિંદગીભર ચાલશે.

અમે તો હવે વૃદ્ધ થયાં છીએ, પણ તારી વૃદ્ધાવસ્થામાં વે ચાલશે અને તારા પુત્રો જુવાન થશે ત્યારે એ તારી.. તે પૈઠ દેશાવર જઈને બીજું કમાઈ લાવશે.’ આમ કહી સૌ સંતોષ પામ્યાં.. હવે, દુષ્ટબુદ્ધિના ઘરમાં ક્લેશ થયો તેથી. એ થોડા વખતમાં જ કંટાળી ગાયો. એને થયું કે આ કરતાં તો હું દેશાવરમાં સુખી હતો.

એક વાર તે | ધર્મબુદ્ધિને મળવા આવ્યો અને કહ્યું કે : “આપણે હવે પેલું ધન લઈ આવીએ. મારી પાસે તો એક દીકડો ૧ ૨હ્યો નથી અને મારા માબાપ મારો જીવ ખાય છે. મારી પત્ની રીસાઈને બેઠી છે. ધન લાવીને મારે અહીં દુકાન કરવી છે. તો નાહક હેરાને થઈએ. રાતના ધન કાઢવામાં મુશ્કેલી પડશે માટે બપોરના : ધર્મબુદ્ધિ કહે : “ભલે, ક્યારે જઈશું ?’

દુષ્ટબુદ્ધિ કહે : “આજે જ જઈએ.’ ધર્મબુદ્ધિએ કહ્યું : “એટલી બધી શી ઉતાવળ છે ? વળી, કોઈ જોઈ જાય જઈશું.” દુષ્ટબુદ્ધિ કહે : “ભલે, એમ કરીશું.’ બંનેએ ઠરાવ્યા પ્રમાણે ચાર દિવસ પછી તેઓ વડલાના ઝાડ નીચે ગયા. સાવ નિર્જન જગ્યા હતી એટલે બંને જણે નિરાંતે જ્યાં ધન દાટેલું હતું ત્યાં ખાધું.

એક તાંબાના ચરૂમાં સોનાની અશરીઓ મૂકીને ચરૂ દાટેલો હતો. તેનું મોટું જાડા કપડાંથી બાંધેલું હતું. બંને જણે ધન વહેંચી લેવું એમ નક્કી કરેલું હતું. ખાડો ખોદીને ધર્મબુદ્ધિએ ચરૂ બહાર કાઢ્યો. ચરૂ હાથમાં લેતાં એને ભારે નવાઈ લાગી. સાવ હળવો ફૂલ ચરૂ હતો. મોટું છોડીને જોયું તો તદ્દન ખાલી.

એ જોતાં જ દુષ્ટબુદ્ધિ જોરથી બૂમ પાડી ઊઠ્યો : “આમાંથી ધન ક્યાં ગયું ? ધર્મબુદ્ધિને ભારે નવાઈ તો લાગી જ હતી, પણ એ તેના સ્વભાવ પ્રમાણે ઘડીભર મનમાં સમસમી રહ્યો. પછી બોલ્યો : “મને પણ એનું આશ્ચર્ય થાય છે. આમાંથી ધન જાય ક્યાં ?’ એટલે દુષ્ટબુદ્ધિ તાડૂકીને બોલ્યો : ‘આપણા બે સિવાય આ વાતની કોઈને ખબર નથી.

તું જ અહીંથી ધન કાઢી ગયો છો અને પાછો ડાહ્યોડમરો થઈને મને સામો પૂછે છે ? આખીની કમાણી તે લઈ ગયો. તને આવો નહોતો ધાર્યો. હરામખોર ! દગાબાજ | મારા ભાગનું ધન આપી દે નહિતર હું અહીં તારી સામે માથું પછાડીને મરીશ; | આમ કહી દુષ્ટબુદ્ધિ રડવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો : ‘મારી જિંદગી ધર્મબુદ્ધિ તો આ બધું સાંભળીને વધારે નવાઈ પામ્યો.

એણે ધીરેથી કહ્યું: “ભાઈ ! તું આ શું કહી રહ્યો છો ? મને કશી સમજ પડતી નથી. હું તો કઈ આ બાજુ આવ્યો જ નથી.’ ધર્મબુદ્ધિ તો સરળતાથી વાત કરી રહ્યો છે. એટલામાં તો દુષ્ટબુદ્ધિએ બાજુમાં પડેલી મોટી શિલા ઉપર જોરથી માથું પછાડયું. એના માથામાંથી લોહીની ધાર વહેવા માંડી, આખું મોઢું લોહીલુહાણ બની ગયું અને એ લોહી નીંગળતે શરીર નગર તરફ દોડ્યો.

જોરજોરથી રાડો પાડતો જાય છે : “મને આ ધર્મબુદ્ધિએ માર્યો કોઈ બચાવો, બચાવો.” દુષ્ટબુદ્ધિ સીધો ન્યાયધીશ પાસે ગયો. એ જમાનામાં પોલીસ થાણે ફરિયાદ કરવાનો રિવાજ ન હતો, પરંતુ લોકો સીધા ન્યાયાધીશ પાસે ફરિયાદે જતા દુષ્ટબુદ્ધિની કરૂણ હાલત જોઈને આખા નગરમાં સૌને બહુ દયા આવી અને ધર્મબુદ્ધિને સૌ જેમ આવે તેમ ગાળો દેવા લાગ્યા.

ચોરે ને ચૌટે, સ્ત્રીઓ ને પુરુષ ટોળે વળી વાતો કરવા લાગ્યા કે : “ધર્મબુદ્ધિ મોટો સત્યવાદી થઈને ફરે છે, પણ એણે કેવું કર્યું ! આ એનો બાલમિત્ર, બિચારે વિશ્વાસથી એને ધન સોંપ્યું તો એની જ થાપણ ઓળવી ગયો. ધર્મબુદ્ધિ ભગત થયા, પણ કમત છે. આમ, લોકો એની નિંદા કરવા લાગ્યા.

આ બાજુ, ધર્મબુદ્ધિ લોકોની વાતો તરફ ધ્યાન ન આપતાં સીધો પોતાને ઘેર ગયો. ઘરમાં કોઈને કશું કહ્યું નહીં અને પોતાના ઓરડામાં જઈને બેઠો. એ. વિચારવા લાગ્યો કે : “આ શું ? અમારા બે સિવાય ત્રીજો કોઈ આ વાત જાણતો નથી તો ધન કોણ લઈ ગયું હશે ? દુષ્ટબુદ્ધિ જ લઈ ગયો હોવો જોઈએ અને એની ઉપર આળ ન આવે એટલા માટે એણે સામેથી ત્રાગું કર્યું છે, પણ સાચને આંચ આવતી નથી.

ભગવાન મારી લાજ રાખજે.’ આમ વિચારી એ શાંત થયો. ધર્મબુદ્ધિનું અનુમાન તદ્દન સાચું હતું. સત્યનિષ્ઠ માણસના અંતઃકરણમાં સાચું-ખોટું પરખાઈ જાય છે. નિર્મળ જળમાં મુખ દેખાય તેમ એને સત્ય વસ્તુ માં જાય છેદુષ્ટબુદ્ધિનું જ આ કારસ્તાન હતું. બન્યું એવું હતું કે એક વાર દુષ્ટાદ્રિ પોતાની સ્ત્રી સાથે કોઈક નજીવી બાબતમાં. ઝઘડે કરી બેછે. એટલે એની સ્ત્રીએ ને કહેવામાં વણ કીધાં અને ઘર છોડીને પિયર જતા, તયાર થઇ..

એની એકાંત મેડીમાં એ બે જણાં જ હતાં. પત્નીનો આવો નિર્ણય સાંભળતાં જ દુષ્ટબુદ્ધિ હીલો પડી ગયો અને પત્નીની રીસ ઉતારવા. કાલાવાલા કરવા લાગ્યો. એની સ્ત્રીએ કહ્યું : “તમે દેશાવર જઈને અટલું ધન રળી આવ્યા, પણ. મને એક સોનાની સાંકળી ઘડાવી ન દીધીમારે તમારા ઘરમાં રહેવું નથી.

આ પાડોશી મારી બહેનપણીઓ મને મેણાં મારે છે એ મારાથી નંખાતા નથી.’ આવી આવી અનેક વાતો કરીને એણે દુષ્ટબુદ્ધિને વશ કરી લીધી. એટલે કુબુદ્ધિએ કહ્યું : “ચાર દિવસમાં તને સોનાની સાંકળી, સોનાનાં કડાં, બાજુબંધ.. એની પત્નીએ જરા રીસભર્યા અવાજે કહ્યું : “તમારા બોલવા ઉપર મને વિશ્વાસ નથી.’ એટલે દુષ્ટબુદ્ધિએ પોતાના એકના એક દીકરાના સોગંદ ખાધા બધાં ઘરેણાં કરાવી આપું.

પછી શું ” અને પત્નીનું મને મનાવી લીધું. બીજે દિવસે રાતે કોઈને ખબર ન પડે તેમ તે વડલાના ઝાડ પાસે પહોંચ્યો અને ચરૂમાંથી ધને કાઢી લાવ્યો. ખાલી ચરૂનું મોટું બાંધીને મૂકી દીધી અને ખાડો પૂરીને જેવું હતું તેવું કરી દીધું. એના મનમાં એમ હતું કે આ વાતની ધર્મબુદ્ધિને કંઈ ખબર પડવાની નથી. ચરૂ ખાલી નીકળ્યો એટલે એણે મનમાં ગોઠવી રાખ્યા પ્રમાણે સામેથી ધર્મબુદ્ધિ ઉપર આળ ઓઢાડી દીધું અને પોતે સાચા થવા માટે પથ્થર ઉપર માથું પછાડીને લોહી કાઢ્યું અને લોહી નીંગળતે શરીરે ન્યાયાધીશ પાસે જઈને ધર્મબુદ્ધિ ઉપર ફરિયાદ દાખલ કરી.

દુષ્ટબુદ્ધિએ ફરિયાદ દાખલ કરી કે : ‘અમારી સહિયારી કમાણીનું ધન વડલા નીચે દાટ્યું હતું તે ધર્મબુદ્ધિ લઈ ગયો અને ઉપર જતાં મને માર્યો? ન્યાયાધીશે તરત જ ધર્મબુદ્ધિને હાજર થવા હુકમ કર્યો. ધર્મબુદ્ધિ ન્યાયાધીશની આશાની રાહ જોઈ રહ્યો હતો. તરત જ તે ન્યાયાધીશ પાસે હાજર થયો.

ન્યાયાધીશે ધર્મબુદ્ધિને કહ્યું: “આ દુષ્ટબુદ્ધિએ તમારી સામે ફરિયાદ કરી છે કે તમે બંને બાલમિત્રો છો, સાથે દેશાવરમાં રળવા ગયેલા અને ત્યાં સહિયારી પેઢી ચલાવીને ધન કમાયા. એ ધન તમે વડલા નીચે દાટયું હતું તે ત્યાંથી કાઢીને વહેંચી લેવા તમે બંને ગયા ત્યારે ચરૂ ખાલી નીકળ્યો. દુષ્ટબુદ્ધિનું બે સિવાય આ વાત કોઈ જાણતું ન હતું. હવે, આ બાબતમાં તમારે શું કહેવાનું કહેવું એમ છે કે તમે જ એ ધન છાનામાના લઈ ગયા છો, કારણ કે તમારા છે ? જો તમારો ખુલાસો અમને યોગ્ય નહીં લાગે તો તમને સખત શિક્ષા કરવામાં આવશે, કારણ કે સહિયારી મિલકત તમે છાનામાના એકલા લઈ ગયા અને તમારા બાલમિત્રને તમે માર્યો.

આમાં વિશ્વાસઘાત, લૂંટ અને મારપીટ એવા ત્રણ ગુના બને છે. માટે તમે યોગ્ય ખુલાસો કરો.’ ધર્મબુદ્ધિએ કહ્યું : “દુષ્ટબુદ્ધિએ જે વાત કરી છે તેનાથી સત્ય વસ્તુ તદ્દન ઊલટી જ છે. અમે ધન દાટેલું એ વાત સાચી છે. એ સહિયારું હતું, એ પણ સાચું. અમે બે જણ એ વાત જાણીએ છીએ. એ વાત પણ સાચી, પરંતુ એ ધન એકલો છાનોમાનો જઈને હું નથી લાવ્યો, પણ દુષ્ટબુદ્ધિ લઈ આવ્યો છે.

એમ મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે. આપ ન્યાયાસન ઉપર બેઠા છો એટલે આપના અંતરાત્મામાં પણ એનો પડઘો અવશય પડશે. ‘સત્યમેવ જયતે.’ આમ કહી ધર્મબુદ્ધિ પોતાના આસન ઉપર બેઠો. ન્યાયાધીશે દુષ્ટબુદ્ધિને પૂછ્યું : ‘આ બાબતમાં તમારો કોઈ સાક્ષી છે ” દુષ્ટબુદ્ધિએ કહ્યું : “હા મહારાજ ! એ વડલો પોતે જ મારો સાક્ષી છે. જેની નીચે અમે ધન દાટયું હતું. હું તો ભગવાનમાં માનનારો છું. પ્રાણી માત્રમાં, દરેક જીવમાં, માણસમાં, વનસ્પતિમાં, સૌમાં ભગવાન રહેલો છે.

અમે ધન દાટયું એ વડલાએ નજરે જોયું છે. હવે આપ વડલાને જ પૂછો એટલે જેવી છે એવી સત્ય હકીકત વડલો કહેશે. ન્યાયાધીશે કહ્યું : “આજે સાંજે ચાર વાગે અમે એ સ્થાન ઉપર આવશું અને વડલાને પૂછ. પછી તમારો ન્યાય કરશું.” ધર્મબુદ્ધિ અને દુષ્ટબુદ્ધિ પોતપોતાને ઘેર ગયા. દુષ્ટબુદ્ધિએ ઘેર જઈને પોતાના બાપને બધી વાત કરીને કહ્યું : “વડલામાં મોટું પોલાણ છે.

એમાં સંતાઈને તમે બેસી જો એટલું ઊંડું પોલાણ છે કે બહારથી કોઈને ખબર નહીં પડે કે અંદર માણસ બેઠો છે. દુષ્ટબુદ્ધિનો બાપ છાનોમાનો જઈને પોલાણમાં સંતાઈ ગયો. ન્યાયાધીશ પોતાના કર્મચારીઓ સાથે ઠરાવેલા સમયે વડલા પાસે ગયો. ધર્મબુદ્ધિ અને દુષ્ટબુદ્ધિ સાથે જ હતા.

અગાઉથી નક્કી કર્યા પ્રમાણે ન્યાયાધીશે વડલાને પૂછ્યું : હે વડ ! તું. અનેકનો વિસામો છો. પશુ, પક્ષી, માણસો સૌ તારે આશરે રહે છે. આટલા વર્ષથી તું તારી શીતળ છાયામાં સેંકડો જીવને યંકીને ઊભો છે, તો આ બાબતમાં જેવી હોય તેવી સાચી હકીકત કહેજે કે અહીં આ બંને જણે ઘટેલું ધન કોણ લઈ ગયું છે ?’ વડલાની અંદરથી ઘોઘરો જાડો અવાજ આવ્યો : “ધર્મબુદ્ધિ ધન લઈ ગયો છે.’ ન્યાયાધીશ અવાજ સાંભળ્યો.

એ તરત પારખી ગયા કે આ અવાજ માણસનો છે અને દુષ્ટબુદ્ધિએ આમાં કંઈક કારસ્તાન કરેલું છે. ધર્મબુદ્ધિએ અંતરાત્માની સાક્ષી આપી તે વખતે જ ન્યાયાધીશના અંતરાત્મામાં સત્ય વસ્તુ વસી જ ગઈ. કાવતરું છે. એ વાત એમના મનમાં ઊભી થઈ હતી.. હતી અને વડલો સાક્ષી આપશે એમ દુષ્ટબુદ્ધિએ કહ્યું ત્યારે પણ આમાં કંઈક ન્યાયાધીશે પોતાના કર્મચારીઓને હુકમ કર્યો કે વડલાની વાત મને સાચી લાગતી નથી.

માટે એ અસત્યવાદી વડને ચારે બાજુ કાંa મૂકી. હમણાં ને હમણાં સળગાવી દો.” કર્મચારીઓ આસપાસના ખેતરોની વાડમાંથી કાંય લઈ આવ્યા અને વડલા ફરતાં કાંય ગોઠવી આગ ચાંપી. વડલાના પોલાણમાં બેઠેલો દુષ્ટબુદ્ધિનો બાપ આ બધું સાંભળતો હતો. ખરેખર કાંટા ગોઠવાયા અને આગ ચંપાણી તેવો જ એ કૂદીને બહાર નીકળી આવ્યો એટલે દુષ્ટબુદ્ધિનું કાવતરું ઉઘાડું પડી ગયું. ન્યાયાધીશે બાપ-દીકરા બંનેને બાંધીને સાથે લીધા. ધર્મબુદ્ધિને બધું ધન. આપી દેવાની આજ્ઞા કરી અને બાપ-દીકરાને ત્રણ વર્ષ સુધી કારાવાસમાં પૂર્યા. સાચા માણસને માથે દુઃખ તો પડે છે, પણ આખરે સત્યનો જય થાય છે.

Leave a Comment