“અભિમાન” ટૂંકી બાલવાર્તા (The Pride Gujarati short stories for kids)

By

જેમકે તમને ખબર જ હશે કે અતિ કોઈ પણ વસ્તુ માં સારું નહિ. તેમ જ આ વાર્તા માં પણ તમને જોવા મળશે કે અતિ અભિમાની વ્યક્તિ ની શું હાલત થાય છે. અસ્વાભિમાન સારું પણ અભિમાન નહિ. અને બીજી વસ્તુ જોવો તો જીવન માં તમને કેટલુંય નવું નવું જોવા મળશે જેનો અર્થ તમારે તમારા જીવન માં ઉતારવાનો છે અને જીવન જીવતા શીખવાનું છે.

આ વાર્તા બાળકો ને સાંભળવા ની અને વાંચવાની ખુબ જ મજા આવશે એનો મને વિશ્વાશ છે. અને તમારે એક વસ્તુ જાણવી ખુબ જ જરૂરી છે કે ટચનોલોજી ની આ દુનિયા માં હજી પણ બાળકો વાર્તા સાંભળે છે પણ માં બાપ પાસે સમય નથી જેથી તે તેમના હાથમાં મોબઇલ પકડાવી દે છે. આની ખરાબ અસર બાળકો પર પડી શકે છે જે તમારે જોવું જોઈએ.

“અભિમાન”

બરડા પંથકમાં ખાંભોદર નામનું ગામ આવેલું છે. ત્યાં કાળો પટેલ કરીને | જોરાવર આદમી રહે. નાતનો મોટે આગેવાન. જુવાનીમાં માથાભારે થઈને કરેલી, પોતાનું જ ધાર્યું કરનારો. ગામ આખું તેને “હાજી હા’ કરતું. નાતના આગેવાનું . તરીકે સૌ માનપાન આપતા. મોભાદાર વ્યક્તિ તરીકે આખા બરડા પંથકમાં તેની નામના હતી. નાનાં મોઢે સૌ તેનાથી દબાઈને રહેતા હતા. એટલે એનું અભિમાન પણ આસમાને જઈને અડેલું.

પણ કાળ કોઈને મૂક્તો નથી. કાળો પટેલ જુવાન મટી આધડ થયા અને જોતજોતામાં વૃદ્ધાવસ્થા આંબી ગઈ. માથે પળિયાં આવ્યાં. મેરાણીનું ગામતરું થયું. પટેલાઈ તેમના પિતરાઈ નાથા મેરના હાથમાં ગઈ. જુવાન દીકરો માધવપુરના મેળામાંથી પ્રેમલગ્ન કરીને મેરાણી લઈ આવ્યો. દીકરાની વહુ ખાનદાન માબાપની દીકરી હતી.

સસરાનું ભાણું સાચવતી હતી, પરંતુ સ્વમાની અને સ્વતંત્ર સ્વભાવની હતી. જેવું હોય તેવું કહી દેનારી હતી. સસરાને ખોટી હા એ હા કરતી નહીં જ્યારે ડોસાને નાનપણથી પોતાનો કક્કો જ સાચો કરવાની ટેવ, સાચી વાતમાં પણ કોઈ સામે જવાબ આપે તે ન ગમે. તેથી સસરા-વહુ વચ્ચે વારંવાર ચકમક ક્ય કરતી.

દીકરા સમજુ અને ડાહ્યો હતો. બાપને જરા યે ઓછું આવવા દેતો નહીં, મેરાણી કંઈક બોલે તો બાપનો પક્ષ લેતો, પરંતુ એ કારણે તો ઊલટું કાળા પટેલનું અભિમાન વધતું અને ઘરમાં કંકાસ ચાલ્યા કરતો. ડોસાને પોતાનો વાંક ક્યારેય મનમાં આવતો જ નહિ. વહુનો જ બધો વાંક છે એમ કહ્યા કરતા.

જોકે પાડોશીઓ અને આખું ગામ જાણતું હતું કે ડોસા બહુ આપમતીલા છે. મેરાણી ખાનદાન માબાપની દીકરી ન હોત ને તો બાપ-દીકરાને મૂકીને ક્યારની ભાગી ગઈ હોત ! એક વાર કાળા પટેલને વહેલા ઉઠને બહારગામ જવાનું હતું. શિયાળાના | દિવસો હતા. પાછલી રાતનું અંધારિયું હતું.

મોટે પરોઢિયે ડીસા ઊડ્યા. દીકરી તો વહેલો ઊઠીને વાડીએ ચાલ્યો ગયેલો. ડોસાએ હાથ મોટું ધોયાં, કપડાં બદલ્યાં. દીકરાની વહુ શ્વાસતેલનો દીવો કરીને ઘંટીએ દળવા બેઠી હતી. ડોસા તૈયાર થઈને બહાર ઓસરીમાં આવ્યા. ખંતીએથી ઘોડીનો સામાન લીધો.. આંગણામાં અંધારું હતું. અંધારામાં ઘોડીને તંગ બાંધવા માંડયા, પણ તંગ છે પવો.

જોરથી ખેંચવા માંડ્યા તો યે કેમે ય પૂરો ન થયો એટલે વહુને ગાળો દેવા માંડયા. એમના મનમાં એમ કે વહુએ કોઈકને તંગ માગ્યો આપ્યો હશે અને તે તોડીને મૂકી ગયો હો તેથી તંગ ટૂંકો થઈ ગયો છે. ડોસા કળા થઈને તાણી તાણીને બોલવા માંડચી : “જેને ને તેને તંગ માગ્યો આપે અને તોડીને મૂકી જાય તોય ધ્યાન રાખે નહિ, સારે ભાન વગરની છે.

અત્રણે હવે મારે કાંઉ કરવું એમ કહીને ગાળોનો વરસાદ વરસાવવા લાગ્યા. મેરાણીએ ઘડીક તો સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. પણ સસરો માબાપ સુધી પહોંચ્યો એટલે એનાથી ન રહેવાયું. એ દીવો લઈને બહાર આવી. મેરાણીઓ લાજ ન કાઢ, છૂટું ઓઢણું ઓઢે. દીવાનો પ્રકાશ આંગણામાં પથરાયો.

તંગ ટૂંકો. પડતો હતો અને એટલા માટે ડોસા ગાળો દેતા હતા. મેરાણીએ તાડુકીને કહ્યું : તમે જરા જુઓ તો ખરા. તમે ભેંસ ઉપર તંગ બાંધો છો ?’ અંધારામાં ડોસા ઘોડીને બદલે ભેંસને તંગ બાંધતા હતા અને તેથી જ તંગ ટૂંકો પડતો હતો. ડોસાને તરત પોતાની ભૂલ સમજાઈ મનમાં ભોંઠા પડ્યા, પણ આખી જિંદગીમાં કોઈ દિવસ પોતાની ભૂલ કબૂલ કરેલી જ નહિ, તેથી ડોસા એકદમ ખોંખારીને સામાં તાડુક્યાં ?

પણ તેં અહીં ઘોડીને ખીલે ભીંહ (ભેંસ) બાંધી જ કાંઉ કરવા ?’ વહુ તેનો શું જવાબ આપે. જગતમાં આમ જ ચાલ્યા કરે છે. પોતાનો વાંક કોઈને દેખાતો જ નથી અને કદાચ મનમાં દેખાય તો પણ કોઈ કબૂલ જ કરતું નથી.

Summary

અભિમાન જીવનમાં જરૂરી છે પણ અતિ હંમેશા નુકશાનકારક હોય છે. આ વાર્તા માં પણ તમે જોયું હશે કે છેલ્લે અતિ નું પરિણામ શું આવે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો નીચે કોમેન્ટ કરવા નું ના ભૂલતા અને અમારા સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ને પણ ફોલો કરી લેજો જેથી તમને બધા જ ઉપડતે મળતા રહે.

Leave a Comment