“જમીન ની કિંમત” ગુજરાતી વાર્તા (The cost of Land Gujarati Short Story)

By

અત્યારે તો જમીન ની કિંમત આસમાને પહોંચી છે કોઈક ને જમીન લેવી હોય તો આખી જિંદગી ની કમાણી એમાં સમય જાય છે. પણ પહેલા ના જમાના માં એવું ના હતું ત્યારે જમીનો ના ભાવ ખુબ જ સસ્તા હતા પણ કોઈ પાસે ખરીદવા પૈસા ના હતા . આ વાર્તા પણ જમીન ને લગતી જ છે જેમાં તમને ખબર પડશે કે એક માણસ ને કેટલી જમીન ની જરૂર છે અને કિંમત કેટલી છે.

“જમીન ની કિંમત”

ખેડા જિલ્લામાં મહીસાગરને કાંઠે રામપરા નામનું નાનકડું ગામ હતું. તેમાં મહીદાસ નામનો એક ખેડૂત રહેતો હતો. મહેનતુ, નજરવાળો મહીદાસ પોતાના બાપદાદાની વારસામાં મળેલી જમીન ઉપર ખેતી કરતો હતો. તેની વહુ પણ એના જેવી જ ખડતલ અને આપસૂઝવાળી હતી. બેઉ જણ જુવાન હતાં. મહીકાંઠાની પચીસ વીઘાં જમીનમાં તમાકુ, કપાસ વગેરે પાકમાંથી ધારી.

કમાણી કરતાં. બેઉ જણ સુખી હતાં. ભગવાનની દયાથી પાંચ વરસમાં એક દીકરો અને એક દીકરી એમ બે બાળકો થયાં. મહીદાસનાં માબાપ નાનપણમાં ગુજરી ગયેલાં અને એ તેના બાપને એકનો એક દીકરો હતો. તેની વહુ લક્ષ્મી પણ સારા ખાનદાન કુટુંબની હતી.

ગામમાં નાનકડું પણ સગવડવાળું બાપદાદાનું ઘર હતું. ગામમાં સૌને એના સુખની ઈર્ષ્યા થતી. એક વાર મહીદાસ પોતાના મામાને ઘેર ભાદરણ ગયો. તેના મામા પૈસેટકે ખૂબ સુખી હતા. ગામમાં પહેલાં નંબરની જમીન હતી. તમાકુનો વેપાર હતો. મેડીબંધ મકાન હતાં.

નાનપણમાં મહીદાસ મામાને ઘેર આવતો ત્યારે એને એ કંઈ નજરમાં આવતું નહિ, પણ કોણ જાણે ક્યાંથી અને શી રીતે મહાસના મનમાં થયું કે મામાની મહેલાતો ખેતીમાંથી નથી થઈ, પણ તમાકુના વેપારમાંથી થઈ છે. ખેતીમાં તો ગમે તેટલી મજૂરી કરીએ તો પણ ખાવાપીવા ને પહેરવા- ઓઢવા સિવાય કશું મળતું નથી.

આખી જિંદગી ઢસરડા કરવાના. આવો વિચાર આવતાં જ તેનું સુખી જીવન દુઃખરૂપ બની ગયું અને તે દિવસથી એણે મામાની જેમ મોટ શેઠ બનવાના મનસૂબા શરૂ કર્યા અને માણસ મનમાં ધારે તે કરી શકે. એમાંયે મહીદાસ જેવો બુદ્ધિશાળી, ઉદ્યમી જુવાન શું ન કરી શકે ? પાંચ વર્ષ સુધી પતિપત્ની બંનેએ રાતદિવસ મહેનત કરીને દસેક હજાર રૂપિયાની મૂડી એકઠી કરી અને નર્મદાકિનારે કાનમમાં ઊંચી જાતના કપાસ માટે પહેલાં નંબરની ગણાતી જમીન ખરીદી.

એનો વેવાઈ પન્ન ખૂબ પહોંચતો ખેડૂત હતો. એની મદદથી બે-પાંચ વર્ષમાં મહીદાસ અધ લાખનો આસામી બની ગયો અને એ બધી રકમનું રોકાણ કરીને તમાકુ અને કપાસનો વેપાર શરૂ કર્યો. ભાદરણમાં મામાની બાજુમાં જ દુકાન કરી અને ‘શેઠ મહીદાસ કુબેરદાસ પટેલ તમાકુ તથા કપાસના જથ્થાબંધ વેપારી’ એવું પાટિયું મારી દીધું. પાંચ-દશ વર્ષમાં તો મહીદાસ શેઠનો વેપાર ખૂબ વધી ગયો.

વડોદરાના મોટા વેપારીઓની હરોળમાં એમનું નામ બોલાવા લાગ્યું. ગાયકવાડ સરકારની સભામાં એમની ખુરશી મોટા શ્રીમંતોની બાજુમાં પડવા લાગી. મહીદાસ શેઠને હવે વતનમાં રહેવાનું બનતું નથી. ભાદરણની દુકાન નાની, પડવાથી વડોદરામાં મોટી પેઢી શરૂ કરી છે.

એમ કરતાં સાઠ વર્ષ વીતી ગયાં. દીકરાને ઘેર દીકરા, લીલીવાડી, કુટુંબકબીલો, વિશાળ મિત્ર મંડળ, સુખ-સમૃદ્ધિનો પાર નથી. ભાદરણનું મામાનું મકાન કશી વિસાતમાં ન ગણાય તેવો આધુનિક ઢબનો બંગલો વડોદરામાં મહીદાસ શેઠે બંધાવ્યો છે. આંગણે બે-ચાર મોટરો એમની સંપત્તિનો પ્રતાપ બતાવી રહી છે. આવી સુખ સાહ્યબીમાં બીજો એક દસકો વીતી ગયો. મહીદાસ શેઠ સિત્તેર વરસની ઉંમરે પહોંચ્યા. ખેતી અને વેપાર સંભાળનાર કુશળ વારસદારો ઈશ્વરે આપ્યા છે. છતાં મહીદાસ શેઠના જીવને જંપ નથી.

લોહીનું પાણી કરીને મેળવેલી સંપત્તિ વારસદારો વેડફી નાખશે, એવી ભીતિ એમને સતાવ્યા કરે છે. છત્રીપલંગમાં એમને નિરાંતની ઊંઘ આવતી નથી, મૂલ્યવાન ડાઈનિંગ ટેબલ, ઉપર રૂપેરી થાળમાં ભાવતાં ભોજન પીરસાય છે, પણ તેમના પેટમાં ભૂખ નથી, વૈદ્ય દાક્તરોની કીમતી દવાઓ લેવા છતાં ખોરાક લેવાતો નથી. આખરે સ્વજનોના પ્રેમાગ્રહને વશ બનીને શેઠ મહીદાસ હવાફેર માટે દાર્જિલિંગ ગયા.

રોજ સવાર-સાંજ આસપાસનાં જંગલોમાં ફરવા જાય છે અને આનંદ કરે છે. તબિયત પણ ઠીક થતી જાય છે. શરીરમાં નવું લોહી અને તાજગી જણાય છે, સિત્તેર વરસે નવો ઉત્સાહ અનુભવે છે. એક વાર ફરતાફરતા મહીદાસ શેઠ એ પ્રદેશના સરદારના મુકામે જઈ ચડવી. જંગલી જાનવરના ચામડાનો ચટાપટાવાળો મોટે ઝભો સરદારે પહેરેલો, માથે રંગબેરંગી પીંછાવાળી મોઢ મુગટ જેવી વેપી ઓઢેલી.

વનના રાજાએ મહેમાનને ભારે આવકાર આપ્યો. હૂકા-પાણી પીતાં અલકમલકની વાતો. ચાલી.. એક દુભાષિયો ભાંગીતૂટી ભાષામાં સમજાવતો હતો. મહીદાસ આટલે દૂર હવાફેર કરવા આવેલા, છતાં ‘સુતારનું મન બાવળિયે’ એમ તેમની નજર તો જમીન ઉપર જ ફર્યા કરતી હતી. ચા-કોલનાં સુંદર પ્લાન્ટેશન થઈ શકે એવી ફળદ્રુપ જમીન જોઈને મહીદાસનું મન લલચાયું. એમણે ભાવ પૂછ્યો. વનવાસી સરદારે.

મહીદાસે કહ્યું : “એકર અથવા હેક્ટરનો ભાવ કહો તો મને સમજણ. પ : કહ્યું : “એક દિવસના એક હજાર રૂપિયા.’ સરદાર કહે : “અહીં તો દિવસ ઉપર જ ભાવ છે.• હોઠ કહે : “મને સમજણ પાડો.” સરદાર કહ્યું : “સવારે સૂરજ ઊગે એટલે ચાલવા માંડી. સાંજે સૂરજ આથમે ત્યાં સુધીમાં જેટલી જમીન આંતરી શકો એટલી જમીન તમારી. એની કિંમત એક હજાર રૂપિયા.’ મહીદાસ તો રાજી થઈને બોલી ઊઠ્યા : “કબૂલ છે.’ સરદારે કહ્યું: ‘એમાં એક શરત છે.

સાંજે દિવસ આથમ્યા પહેલાં અહીં પહોંચી જવું અને આ વેપીને હાથ અડાડી દેવો જોઈએ, નહિતર તમારા હજાર રૂપિયા જાય.’ શેઠ કહે : “કબૂલ છે.’ એ વખતે સરદાર અને તેના સાગરીતો હસ્યા. મહીદાસ એ હસવાનું કારણ સમજ્યો નહિ. એનું ધ્યાન તો જમીનમાં જ લાગેલું હતું. બીજે દિવસે સવારે નક્કી કર્યા પ્રમાણે સરદાર અને તેના સાગરીતો એક ટેકરી ઉપર એકઠા થયા મહીદાસ શેઠ પણ તેના તંબૂમાંથી કોી પીને તૈયાર થઈ બહાર આવ્યા.

તેમણે શિકારી પોશાક ચડાવ્યો હતો. એક હાથમાં નાની કોદાળી અને ધજાવાળી થોડી ખૂંટીઓ લીધી. થેપલાં-શાક અને પાણીની બોટલ સાથે રાખી. સૂરજ ઊગ્યો તેવા જ મહીદાસ નીકળી પડડ્યા. શેઠ તો ઉતાવળા ચાલ્યા જાય છે. બને તેટલી વધારે જમીન આંતરી લેવા સારું લાંબા ડગલાં ભરતાં હોંશભેર આગળ વધી રહ્યા છે, સૂરજ થોડો ચડવો એટલે ચાલતાં ચાલતાં જ થેપલાં-શાક ખાઈ લીધાં.

બોટલમાંથી બે પ્યાલા પાણી પી લીધું. ખૂંટીઓ નાખતા જાય છે અને ચાલ્યા જાય છે, એમ કરતાં સૂરજ માથે આવ્યો. બપોર થયા એટલે જમવા બેઠા. જમીને બે ઘડી આરામ લેવાની આદત હતી. વળી હમણાં તબિયત પણ ઠીક ન હતી. છતાં મનમાં વિચાર આવ્યો કે એક દિવસે ન સૂતા તો શું થઈ ગયું ?

આમ વિચારીને આગળ ચાલવા લાગ્યા. પૌતાની તબિયતનો વિચાર શેઠને આવતો નથી, હવાફેર અને આરામથી શરીર કંઈક સુધર્યું હતું અને હજુ વધારે આરામની જરૂર હતી એ વાત વીસરાઈ ગઈ અને આવી સુંદર ફળદ્રુપ જમીનમાં કોલનું પ્લાન્ટેશન કરવાનાં સ્વપ્નાં સેવતા આગળ વધ્યા. એમ કરતાં સૂરજ નમવા લાગ્યો. ટેકરી હજી દૂર હતી. સૂરજ નમવા માંડે પછી તેને આથમતાં વાર લાગતી નથી એ વસ્તુ શેઠ ભૂલી ગયા.

એમના મનમાં બીક પેઠી કે સૂરજ આથમ્યા પહેલાં નહિ પહોંચાય તો ? એવો વિચાર આવતાં જ શરીરમાં ઘૂજારી. વછૂટી, પરસેવો વળી ગયો. શ્વાસ ઘૂંથવા લાગ્યો, પણ હતું. તેટલું જોર કરીને ટેકરી નજીક પહોંચી ગયા અને દોડતા ઉપર ચડવા. એવામાં અચાનક ઠેસ વાગી. શેઠ પડી ગયા.

પડતાં પડતાં હાથ લાંબો કર્યો અને રોપીને હાથ અડાડી દીધો. એટલે સરદાર અને તેના સાગરીતો તાળીઓ પાડતા બોલ્યા : ચાલો શરત પૂરી થઈ. આ બધી જમીન તમારી.* પરંતુ શેઠ પડ્યા તેવા જ એમના પ્રાણ નીકળી ગયાઊભા થઈ ન શક્યા. વેપીને હાથ અડી ગયો એટલે જમીનની માલિકી થઈ ગઈ, પણ ભોગવવા ન રહ્યા.

શેઠ ઊભા ન થયા એટલે સરદાર અને તેના મિત્રો એમની સામે ઉદાસ બનીને નીરખી રહ્યા. એક વયોવૃદ્ધ મુખીએ નીચા વળી નાક આગળ હાથ ધર્યો અને માથું ઘુમાવી નિસાસો નાખતાં બોલ્યો : “ખલાસ.’ એ જગ્યાએ સાડાત્રણ હાથની કબર ખોદવામાં આવી. તેમાં મહીદાસ શેઠના મૃતદેહને અદબપૂર્વક પધરાવવામાં આવ્યો અને તેની ઉપર લાકડાની એક તખતી મૂકી, તેમાં લખ્યું : માણસને કેટલી જમીન જોઈએ ?”

Leave a Comment