“સોના માં માઢાવ્ય” ટૂંકી ગુજરાતી બાળવાર્તા (Gujarati Short Story for Kids)

By

બાળકો ને વાર્તા ખુબ જ ગમે છે જે માટે અમે આ બ્લોગ માં એક સ્પશ્યલ stories માટે ની કોલમ ની રચના કરેલી છે. સોનામાં મઢાવ્ય વાર્તા પણ ખુબ જ રાષ્પ્રદ અને મજેદાર છે.

સોના માં માઢાવ્ય

એક સિધી જુવાન કોઈ મોટા ખેડૂતને ઘેર સાથી હતો. પચીસેક વરસની ઉમર. જુવાની આંય લઈ ગયેલી. રંગીલો જુવાન મીઠા સાદે દુહા લલકારતો. કોસ હાંકતાં એનું મન પ્રેમના હિંડોળે હીંચકતું. આસપાસની વાડીઓમાં એના હલકદાર ગળાના પડછંદા પડતા.

સાંતી હાંકતાં જુવાનો અને પાણી વાળતી જુવાનડીઓ એના રંગમાં લીન બનતાં. કોઈ વાર અજવાળી રાતે કોસ ચાલતા હોય, ત્યારે સિધી જુવાન દુહા વહેતા મૂકતો : હંસા પ્રીત ન કીજિયે, જળ સૂક્કે ઊડી જાય, પણ) સાચી પ્રીત શેવાળની જળ સૂધે સુકાય.’

એમ કરતાં મહા મહિનો આવ્યો લગ્નગાળો નીકળ્યો. ગળતી રાતે લગ્નગીતોના મધઝરતા સૂરો સાંભળી સિંધી જુવાન ઝબકીને જાગી ગયો, પથારીમાં બેઠો. દિ’ ઊગ્યા સુધી ગીત સાંભળ્યાં કયાં લગ્નના માંડવે ઢોલ વાગવા માંડ્યો ત્યારે એના તાલે સિંધીનું જુવાન હૈયું નાચવા લાગ્યું.

એનાથી ન રહેવાયું એટલે કોસ હાંકતાં હાંકતાં સિધી જુવાને ઢોલને વિનંતી કરી : તોજા ચામ સોને મઢાયાં, રૂપે મઢાયાં, હકડો દિઃ મુંજે ઘરે તો વજ !” વહાલા ઢોલ ! તારું ચામડું સોને મઢાવું, રૂપે મઢાવું, મહેરબાની કરીને એક દિવસ મારે ઘરે તો વાગ !” પણ ઢોલ વગડાવવો એ સહેલું ન હતું.

રૂપિયા હજાર હોય ત્યારે સંધિયાણી આવે. સિંધી તો રાતદિવસ મહેનત કરવા લાગ્યો. બે-ત્રણ વરસમાં રૂપિયાની જોગ ક્ય રોલ વગડાવો અને સંધિયાણી લાવ્યો. સંધિયાણી હતી. મનનું ધાર્યું કરનારી, આકરા સ્વભાવની મહેનતુ અને સ્વમાની એણે માવતાંવેંત સિંધીને નોટીસ આપી દીધી.

‘આપણે સાથીપણ નથી કરવાં. રાત અને દિતમે પારકી વાડીએ પડવા રહો ઈ મને ન ગમે. ઘરની જમીન ભલે થોડી હોય એમાં આપણે બેય માણસ સાથે કામ કરશે.’ સંધિયાણીના ભાઈઓ સુખી હતા. એમની પાસેથી હજારે બે હજાર ઉછીના વાવીને ઘરની મીન લીધી અને બેઉં માણસ પંડી કામ કરવાં.

બેઉં જાણ મહેનત અને નજરવાળાં પાંચ વરસમાં દેવું ભરી ઘણું આબરૂ વધી એટલે ગામના વેપારી પાત્રથી પાંચ હજાર રૂપિયા વારે લઈ બીજી પચાસ વીધા જમીન લીધી. સંધીએ જ વાંધો લીધો : “ધ્યાને ઘોડા ન છે. આપણે પથારી પ્રમાણે સોડ તાજ્ઞવી.’ આમ દલીલ કરી, પણ સંધીયાણીએ એને પાનો ચડાવ્યો : “એમ સાવ મઉ કાં થઈ જાઓ છો ?

પાંચ વરસ સરખી મહેનત કરશે અને સારા વરસાદ થશે તો ભરી દેશું.’ સંધી કશું બોલ્યો નહીં સારો વરસ થયાં. માગ્યા મે’ વરસ્યા ભાવ પણ ઠીક રહ્યા. દેવું ભરવાની વાત આવી એટલે સંધીયાણી બોલી : “આપણે વાડી ઉપર સારું પાકું ઘર બાંધી લઈએ. આપણે તો દુ:ખમાં દહાડા કાઢવા, છોકરાને માટે તો સારું ઘર કરતાં જઈએ.” સંધી પણ હેતાળ હતો. એણે સંધીયાણીની વાતને ટેકો આપ્યો.

સંધી રાતદિવસ કાળી મજૂરી કરે છે, પણ એની કમાણી કયાંય દેખાતી નથી. સંધિયાણીની મનગી સાંઢણીને સંધીની આવકનો ઘોડો તૂટી મરે તોય પહોંચતો નથી. એમ કરતાં સંધીને માથે ધોળા વાળ દેખાયા. ખુદાની મહેરબાનીથી દશ-બાર છોકરાં થયાં. હવે સંધીને જરા ઘડપણ વરતાય છે.

સવારે બહુ વહેલો ઊઠી શક્તો નથી. કોઈ વાર વધારે મોડું થાય તો સંધિયાણીની હાકલ સંભળાય છે : તમારી તે કોઈ ઊંઘ છે ! પહોર દિઃ ચડયા સુધી ઘોર્યા કરો છો ! આ બળદ કોલ ધરવશે ? પછી કોસે કોણ જુતશે ? માથે મોવાળા જેટલું દેવું છે, જે તમને ઊંઘ શા સુખની આવે છે ? સંધી આળસ મરડીને ઊઠે છે. કોસ હાંકતાં હવે એ દુહા નથી લલકારતો, પણ કોઈક સાંઈ પાસેથી સાંભળેલાં ભજનો ધીમે સાદે ગણગણે છે, કામે વળગે છે.

બપોરે ખાઈને જરા આડે પડખે થાય અને કોઈ વાર વધારે સુકાઈ જાય તો સધિયાણીની હાકલ પડે : “શ્ન થવા આવ્યો. હવે ક્યારે કોનું છે તો ? તમે તે આવા અઘોરી ક્યાંથી થઈ ગયા ‘ સંધી આંખો ચોળતો ઊભો થઈને એમાં એક વાર સંધી કોસ હાંકતો હતો. લગ્નગાળો ચાલતો હતો.

ગામમાં રોલ વાગવા માંડી, ઢોલ સાંભળ્યો અને સંધીના કાન ચમક્યા. એની | પહોળી થઈ. ભમ્મર ખેંચાઈ. એણે કોસ ઉભો રાખ્યો. ગામ ભણી નજર કરી.. લાંબો હાથ કરી, ઢોલને ઠપકો દેતાં એ બોલ્યો : “હા, તોજા ચામ કુત્તા ખાય, જો ઘાણ કાઢે તો ? ઢોલ વજે તો મુંજો તો માથી ફૂટે તો.’ “હા, તારું ચામડું કૂતરા ખાય ! કૌનો ઘાણ કાઢવા બેઠો ? આ ઢોલ વાગે છે ને મારું તો માથું ફાટે છે.” પચીસ વર્ષ પહેલાં જે ઢોલને વિનંતી કરેલી એ જ એ ટોલ હતો. એની એ સંધી હતો, પણ એનું મન જુદું હતું !

Summary

બાળકો માટે આવી જ અવનવી વાર્તા માટે અમરા બ્લોગ ની મુલાકાત લેતા રહો. અને જો હજુ સુધી તમેં અમને સોશ્યિલ મીડિયા માં ફોલ્લૉ નથી કાર્ય તો જલ્દી થી કરી લ્યો. જેથી તમને બધા જ ઉપડેટ આસાની થી મળતા રહે.

Leave a Comment