“પોઠીયો” ગુજરાતી બાળવાર્તા (Pothiyo Gujarati Stories for Kids)

By

બાળકોને વાર્તા ખૂબ જ પસંદ હોય જેમાં તમને કંઈક ને કૈક બોધ તેમને મળે છે જે વનારી જિંદગી માં તેમને જીવવામાં મળત કરે છે અને તેમની બૌદ્ધિક ક્ષમતા પણ વધારે છે. આજ આપણે એક પોઠીયા ની વાર્તા જોવાના છીએ જેમાં મને વિશ્વાશ છે કે બધા બાળકો ને ખુબ જ મજા આવશે.

“પોઠીયો”

જૂના વખતમાં માલની હેરફેર માટે બળદની પોઠોનો ઉપયોગ થતો. હિમાલયથી કન્યાકુમારી અને દ્વારિકાથી દિબ્રુગઢ સુધીના આપા વિશાળ ભારતવર્ષમાં માલની હેરફેર માટે પોઠોની વણઝાર ચાલ્યા જ કરતી. ચોમાસાના ચાર માસ સિવાય બાકીના સમયમાં વણઝારા પોઠોમાં માલ ભરીને દેશને એક છેડેથી બીજે છેડે ચાલ્યા જ કરતા.

કોઈ વણઝારા પાસે પચાસ પોછે, તો કોઈની પાસે , તો કોઈની પાસે બસો અને રોઈ મોઢ વાર પાસે તો પાંચસો પોદિયા હોય. એક વાર એક વણઝરી પોતાની સો પોઠે લઈને માલ વેચવા નીકળ્યો. ચાલતા ચાલતા એક નદીને કિનારે પડાવ નાખ્યો. એ વણઝાએ તે ચોથ કરવા માટે એક નવો નોકર રાખ્યો હતો.

એ નોકરને વણઝારાએ સૂચના આપી : તારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જ્યાં સુધી એક પણ પીટિયો ઊભો હોય ત્યાં સુધી તારે સૂવાનું નહીં. મધરાતે જળ જંપી જાય, બધા પોડિયા બેસી જાય, એટલે તારે સૂઈ જવાનું. નવો ચોકીદાર ખુશ થઈને બોલ્યો : “ભલે, શેઠજી !” રાત પડી. ધીમે ધીમે વાતાવરણ શાંત થયું.

પંખીઓ માળામાં પોઢી ગયા. નિદીને સામે પાર ઝૂંપડીઓમાં સોપો પડી ગયો. જળ જંપી ગયાં. તમરનો તમ તમ અવાજ આવવા લાગ્યો. ચોકિયાત લાકડી લઈને આંટ મારે છે, મધરાત વીતી એટલે એની આંખ ઘેરવા લાગી, પણ બહુ જ વફાદાર અને નિમકહલાલ માણસ એટલે વિચારવા લાગ્યો કે, શેઠે મને કહ્યું છે : બધા પોઠિયા બેસી જાય ત્યારે સૂવું.’

હવે બન્યું એવું કે દસ પોઠિયા બેસે ત્યાં પાંચ ઊભા થાય. એક બાજુ પાંચ બેસે ત્યાં બે ઊભા થાય. બીજી બાજુ સાત બેસે ત્યાં દસ ઊભા થાય. બધા જ પોઠિયા બેસી જાય, એની તે રાહ જોવા લાગ્યો. વણઝારો જમાનાનો ખાધેલ માણસ હતો. બહુ વ્યવહારકુશળ એટલે એણે લાંબી નજર પહોંચાડી, ટૂંકી સૂચના આપેલી.

એમ ને એમ આખી રાત વીતી ગઈ. સવારે ઊઠીને શેઠે પૂછ્યું : “કેમ, બરાબર ધ્યાન રાખ્યું હતું ને ? ચોકિયાત કહે: જી, હા, શેઠ ” ચોકિયાતની લાલ આંખો જોઈ, શેઠ મનમાં સમજી ગયો કે એ આખી રાત જાગ્યો છે. શેઠનો જૂનો ચોકિયાત શેઠ જેવો જ પાકો હતો. તે માંદો પડેલો એટલે રસ્તામાં આ કામચલાઉ નવો માણસ શેઠે રાખેલો શેઠના મનમાં થયું કે જૂનો ચોકિયાત વધારે વખત માંદો રહે તો સારું.

એ આમના જેવો ભોળો અને વેદાર નથી, નવા ચોકિયાતે બીજી રાત જાગીને જ ગાળી. પંદર પોઠિયા બેસે ત્યાં દર ઊભા થાય. એમ ને એમ રાત વિતાવી. ત્રીજી રાત, ચોથી રાત, પાંચમી રાત. એમ પાંચ રાતના પૂરા ઉજાગરા થયા. માણસને ઊંઘ ન આવે એ મોયમાં મોટો રોગ ગણાય છે. મનનો અજંપો એ મોટામાં મોટો માનસિક વ્યાધિ છે, જૂના વખતમાં જેલમાં ઊંઘવા ન દેવાની શિક્ષા કરવામાં આવતી. નવો ચોકિયાત મુંઝાયો. છઠ્ઠી.

રાત આવી. પહેલા પહોરથી જ એની આંખ ઘેરાવા લાગી. મનમાં પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો : “હે પ્રભુ! હવે તો આજ તું મારી લાજ રાખજે.” ચોકિયાતની પ્રાર્થના ભગવાને સાંભળી હોય તેમ એક પછી એક પોઠિયા બેસવા લાગ્યા. પંદર, વીસ, પચીસ, પચાસ, પોણોસો. મધરાત વીતી ત્યાં ભગવાનને કરવું તે નવાણું પોઠિયા બેસી ગયા.

એક પોઠિયો ઊભો રહ્યો હતો. એ જોઈ ચોકિયાત ખૂબ રાજી થયો. મનમાં થયું : “હાશ ! હવે આ એક બેસી જાય તો સૂઈ જાઉં.’ ધીમે ધીમે એ પોઠિયાની પાસે ગયો, ત્યાં તો પોઠિયાએ જમણો પગ વાળ્યો અને બેસવાની તૈયારી કરી. ચોકિયાતને થયું એને જરા પપાળુ અને બેસાડી દઉં. એટલે પાસે જઈને પંપાળવા લાગ્યો. પોઠિયે પગ વાળ્યો અને બેસવાની તૈયારી કરી એટલે ચોકિયાતે પાછળથી સહેજ ધક્કો માર્યો.

ચોકિયાતનો ધક્કો લાગતાં પોઠિયો બેસી તો ગયો, પણ ટાટણ કરતો. એના ગળાનો ટોકરો ગાજી ઊઠ્યો અને એના અવાજથી એક સાથે પચીસ- પચાસ પોઠિયા ઊભા થઈ ગયા. ચોકીદાર લમણે હાથ દઈને પોઠિયાઓની વચ્ચે ઊભો રહી ગયો. માણસના મનની ઇચ્છાઓ પણ પોઠિયા જેવી જ છે.

પાંચ પૂરી ન થઈ ત્યાં દસ ઊભી થાય, એ દસ પૂરી ન પડે ત્યાં બીજી પંદર સાથે આવીને ઊભી જ હોય. એમ ઘટમાળ ચાલ્યા કરે છે ! એ ઘટમાળમાંથી છૂટવાનો ઉપાય શો ? ભગવાન બુદ્ધ બોલ્યા : “ઇચ્છા માત્ર અવિદ્યા I” ભક્ત કવિ તુલસીદાસે ગાયું : તબ લગ કુશલ ન જીવે કહ્યું, સપનેહ મન વિસરામ જબ લગ ભજત ન રામ કહે, શોક ધામ તજી કામ.

મીરાંબાઈએ લોકભાષામાં કહ્યું : “રામ રાખે તેમ રહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ, એની ચિઠ્ઠીના ચાકર થઈએ ઓધવજી,* કવિવર રવીન્દ્રનાથે પોતાની અનોખી રીતે ઉદ્દગાર કાઢયા. હે પ્રભુ ! હું એટલું જ માગું છું કે તારી ઇચ્છા તે મારી ઈચ્છા થાઓ.’

મહત્મા ગાંધીજીએ આ જ વાત એક વાર તદ્દન સાદી રીતે કહી હતી. એક વાર ગાંધીજી ગુજરાતનાં ગામોમાં પ્રવાસ કરી રહ્યા હતા. એક ગામની ભાગોળે એક માજી તેમની રાહ જોઈને ઊભાં હતાં. રસ્તે જતાં લોકો વૃદ્ધ માજીને કહેતા હતા કે તમે નકામાં અહીં ઊભાં છો. ગાંધીજી અહીં રોકાવાના નથી.

બીજે ગામ ભાષણ કરવાના છે, માજીએ અડગ શ્રદ્ધાથી ઉત્તર વાળ્યો : ‘તમને શું ખબર પડે, મારું મને કહે છે મહાત્મા અહીં રોકાવાના.’ આમ કહીને માજી ઊભાં રહ્યાં. થી વારે મહાત્માજીની મીટર નીકળી અને બનવાકાળ તે એ જ જગ્યાએ ટાયરમાં પંચર પડ્યું. મોટર ઊભી રહી.

સૌ નીચે ઊતથા લાકડીને ટેકે માજી આગળ આવાં આંખ આડી હાથની છાજલી કરી મહત્માજીને જ પૂછ્યું: “બાપજી ! આમાં મહાત્મા કોણ ? ગાંધીજીએ માજી સામે હાથ જોડીને પૂછ્યું : બોલો માજી, શું કામ છે * રાકોર ડોશીમા સમજી ગયા. બાપુને પગે લાગ્યાં, પછી ધીમે રહીને બોલ્યાં : મારે એક સવાલ પૂછવો છે.’ નપૂછો. માજી* ‘તૃષ્ણા કેમ ટળે ? મનના ઘોડા ઘડતાં બંધ થઈએ એટલે તુણા ટળી જાય, માજી.

આટલા ટૂંક જવાબથી જીવનનો પરમ સંતોષ મેળવી માજી પાછા ફર્યા. આજની ઘોડદોડમાં જેના મનના ઘોડા, વાસનાની વણઝારના પોઠિયા પળવાર પણ આરામ લેવા બેસશો તેને જ શાંતિ મળશે. તેને જ જીવનની કૃતાર્થતા લાધશે.

Leave a Comment