એક મોટું જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. રોજ એ પશુઓને મારી ખાતો. આથી એક વાર બધાં પશુ એકમેં મળ્યાં. તેમણે સભા. ભરી ઠરાવ ક્યું કે આપણે રોજ એક એક પશુ સિંહ પાસે મોકલવું, જેમ અને તેમ ગમે તેટલાને મારી નાખે છે એ બરાબર નહીં આમ રૌજ એક પશુ મોકલવાનું ચાલુ થયું. સિંહને સંતોષ થયો. સ્વભાવે આળસુ એવા એ વનરાજને સામે ચાલીને શિકાર મુખમાં આવવા લાગ્યો તેથી અને પરમ આનંદ થયો. એમ કરતાં એક વાર સસલાનો વારો આવ્યો. સસલો એની માનો એકનો એક કચે. એની મા તો રડવા લાગી.
નાનકડો સસલો બહુ બહાદુર અને હોશિયાર હતો. એણે હિંમતથી માતાને કહ્યું : ‘તું ૨૭ નહ. હું સાંજે પાછો આવીશ. મને કૌઈ ખાઈ શકશે નહીં.’ “અરે, બેય ! સિહે તો મોય હાથી ને ગેંડાને મારી ખાધા અને તે શી રીતે પાછો આવવાનો ” માએ પૂછશું. તું જૌજૈ ને, સૂરજ આથમ્યા પહેલાં પાછો આવી જવાનો.’ સસાભાઈએ દતાથી કહ્યું અને માતાને પગે પડી ચાલી નીકળ્યો. ધીમે ધીમે ચાલતો સસોભાઈ તો મોડો મોડો બાર ઉપર બે વાગે સિંહ પાસે પહોંચ્યો.
સિંહ તો ધૂઆંઆ થઈ રહેલો. ખૂબ ભૂખ લાગેલી. સસાએ -સામે આવીને પ્રણામ કર્યાં, એટલે સાવજ એકદમ તાડૂક્યો : “કેમ મોડું થયું ” બાપુ ! મને માફ કરો.” પણ તું આટલો બધો મોડો કેમ આવ્યો ” સિંહે ગર્જના કરી. ‘આપ શાંત થાઓ, મહારાજ ! એમાં મારો વાંક નથી.’ ‘તારી નહીં તો કોનો વાંક છે જ મહારાજ !” સસો ડરતો હોય તેમ ચારેકોર નજર કરીને બોલ્યો : માપુ ! હું તમારી પાસે આવતો હતો ત્યારે રસ્તામાં મને એક સિઁહ મળ્યો અને તેછે. મને રોક્યો.’ કોલ હતો એ સિંહ ” બાપુ ! એની તો મને શી ખબર પડે ?
પણ મેં આપનું નામ દવું એટલે ગાળો આપવા લાગ્યો.* કોને, તને ?” મને શા માટે ગાળો દૈ ? હું કઈં એનો વડિયો થોઢે ? એ તો આપને જેમ આવે તેમ બોલવા માંડ્યો. મારાથી સાંભળી ન શકાય.’ સિંહ ક્રોધથી ધ્રુજવા લાગ્યો. સસાએ આગળ ચલાવ્યું. મેં કહ્યું હું એમની રજા લઈને પછી તમારી પાસે આવીશ ત્યારે મને અહીં આવવા દીધૉ.” ‘ચાલ, મને બતાવ, એ વળી બીજો સિંહ કોણ છે ? ના, બાપુ !’ સસો કાલાવાલા કરતો બોલ્યો : “એની પાસે જવા જેવું નથી. તમને તો એક થાપા ભેગા મારી નાખે.” કોણ ?” સિંહે હુંકાર કર્યો. ‘એ સાવજ, આપનું શરીર તો એનાથી અધુંય નથી.
એ તો મોયે વાછડા જેટલો ઊંચો, ગોઠણ નીચે કેશવાળી, માથાથી પૂંછડી સુધી બાર હાથ લાંબો અને તેની ત્રાડ ! હજી મને એની બીક લાગે છે: ભલે ને પહાડ જેટલો ઊંચો હોય ! મને તું એની પાસે લઈ જા.’ આપ એ સાહસ ન કરો તો સારું ?” “એમાં સાહસ શાનું સિંહે ત્રાડ મારી. ‘તું જાણે છે, આ વનમાં મારાથી કોઈ મોટો નથી ? મારી સામે માથું ઊંચું કરે એવો કોઈ હજી જન્મ્યો નથી.’ “એ સાચું, બાપુ !’ સસાએ નમતાપૂર્વક ઉત્તર આપ્યો : પણ શેરને માથે સવાશેર હોય છે, એટલે માતમમાં રેવું સારું.” ‘તું કોણ મને સલાહ આપનાર કા સિંહનો અવાજ ક્ષટી ગયો.
એણે ડોળા કાઢીને પંજો ઊંચો કર્યો “ચાલ, આગળ થઈ જા. બતાવ, એ હરામખોર ક્યાં છે ? “તો પછી બાપુ ! એક કામ કરો.’ સસાએ ધીમે સાદે કહ્યું : પહેલાં મને ખાઈ જાઓ એટલે લડવામાં જરા શક્તિ રહે ભૂખ્યા તો આપને એક થાપે પાડી દેશે.’ ‘હવે તો મારી પ્રતિજ્ઞા છે.’ સિંહે દઢતાથી કહ્યું : “એને પૂરો કરું પછી બજેવી આપ નામદારની આશ’ આમ કહી સસાભાઈ આગળ ચાલ્યાં. ગુસ્સાભર્યો સિંહ તો લાંબા લાંબા પગલાં ભરવા માંડ્યો.
સસો પાછળ રહ્યો બીજું મારણ કરું.’ એટલે કહે : “આગળ ચાલ.’ બાપુ ” સસાએ બે હાથ જોડવા. કાન ઊંચા કરી, નેણ નીચાં ઢાળી બોલ્યો : “આપની સાથે ચાલવામાં મારાથી શે’ પહોંચાય જ “તો બેસી જા મારી પીઠ ઉપ૨.’ સિંહ ઊભો રહ્યો. સસાભાઈ તો વનરાજના પૂંછડા ઉપર થઈને, નીસરણી મૂકીને મેડા ઉપર ચડે તેમ ચડી ગયા સિંહની પીઠ ઉપર. સિંહ ઉતાવળો ચાલ્યો. રસ્તામાં જે જે પશુ સામા મળ્યાં તે જોઈ રહ્યાં.
સસાભાઈ એમની સામે જોઈ મૂછ મરડવા લાગ્યા. વાઘ, વરુ, હાથી, ગેંડા જેવાં ભયાનક પ્રાણીને પણ નવાઈ લાગી. સૌને થયું : “માળું. આ સસલું જબરું નીકળ્યું. સિંહની પીઠ પર સવારી કરી !’ એમ કરતાં ગાઉ બે ગાઉ ચાલ્યા એટલે સસાભાઈએ બૂમ પાડી : “બાપુ ! હવે ઊભા રહો. સામે કૂવો દેખાય છે ને એની ઉપર એ બેઠો’તો.’ અત્યારે કેમ દેખાતો નથી ?’ સિંહદાદા !” સસો કૂદકો મારીને નીચે ઊતર્યો. સામે ઊભો રહીને બોલ્યો : ‘આપને આવતા જોયા એટલે એ કૂવામાં સંતાઈ ગયો.’ ‘એમ છે ત્યારે !’ સિંહે પોતાની વાળ ધ્રુજાવી અને હુંકાર કર્યો.
બાપુ !’ “કેમ * બહુ અવાજ ન કરશો. એ કૂવામાં સંતાયો છે, પણ આપને જોરો એવો બહાર કૂદી આવો.” ‘હવે એની શી મજાલ છે * સિંહે કહ્યું : “મને દૂરથી આવતો જોઈને જે કૂવામાં ભાઈ બેઠો, એ બીકણ મને શું કરવાનો ? બાપુ ! એ બીકણ નથી હો. તમે ઉતાવળા ન જશો. મને એની બહુ બીક લાગે છે.’ તને બીક લાગતી હોય તો અહીં ઊભો રહે.’ આમ કહી વિહુ ઉતાવળે ડગલાં ભરતો કૂવા પાસે પહોંચ્યો.
છલાંગ મારીને કૂવાની પાળ ઉપર ચડ્યો અને પાણીમાં જોયું તો અંદરએવો જ ભયાનક હિ દેખાથી. નાં સિંહનો મિજાજ ગયો. એણે આંખો પહોળી કરી. સામે પણ એવા જ ડોના દેખાયા. હવે સિંહથી સહન ન થયું. એણે ભયાનકું ડ પી : “ક્ષેત્ર છે તું ? કોણ છો તું ” સામો પડછંદો પડ્યો. અંદર ડોકાયો. ખબાર !” ખબરદાર !’ સામો પડઘો પડવી. મરી ગયો સમજજે મરી ગયો સમજજે.’ એવો જ અવાજ આવ્યો, “હરામખોર ! ચૂપ કર.’ “હરામખોર ! ચૂપ કર.’ શબ્દશઃ પડછંદા પડવા લાગ્યા. સિંહનો મિજાજ હાથ ન રહ્યો. એણે ભયંકર ગર્જના કરી. સામેથી એવી જ ગર્જના સંભળાઈ.
ઊભો રહે.’ ઊભો રહે.’ મેઘની ગર્જના સામે માથાં પછાડનાર કેસરી સિંહ સામો અવાજ કેમ સાંખે ? એની ધીરજની હદ આવી ગઈ. પૂંછડાનો ઝંડો માથા ઉપર ઉછાળી, કેશવાળીને જોરથી ધ્રુજાવી, જમણા હાથનો પંજો ઊંચો કરી, ભયાનક ગર્જના સાથે કૂવામાં સંતાયેલા સિંહને મારવા એ અંદર કૂદી પડ્યો ! ર્નેિહની ત્રાડો સાંભળી કૂવા ફરતા અનેક પશુઓ આવી ઊભાં હતાં. સસાભાઈ સૌને શાંતિથી દૂર ઊભા રહેવાની ઇશારત કરતા હતા.
સિંહ જેવો કૂવામાં કૂદી પડ્યો તેવો જ સસો કૂવા ઉપર ચડ્યો, અંદર ડોકાયો બહાર નીકળવા માટે તરફડિયાં મારતા અને મૃત્યુ પહેલાંની ભયાનક ગર્જના કરતા સિંહને જોઈ સસાભાઈ બોલ્યા : સિંહાદા ! મને તમારી બહુ દયા આવે છે, પણ તમને બહાર ખેંચી કાઢવાની મારામાં શક્તિ નથી. માફ કરજો.’ પછી સઘળાં પશુઓ સામે જોઈને સસાભાઈએ અદબભેર કહ્યું : હવે તમારે કોઈથી ડરવાની જરૂર નથી. સુખેથી વનમાં હરો-ફરો ને મજા કરો. . મારી માતા પાસે જઈશ. એ મારી રાહ જોઈ રહી હો.’ આમ કહીને શ્રીમાન સિંહનાં તરફડિયા અને મૃત્યુની વેદનાના પડછંદા થોડી વારે શમી ગયા.. સસાભાઈ રૂઆબથી ચાલતા પોતાની માતા પાસે જવા રવાના થયા.
Summary
માત્ર મનોરંજનને માટે નહિ, પરંતુ દીક્ષા માટે સંસ્કાર ઘડતર માટે પણ મથનારાનું કથન સંસ્કાર બીજનું વાવેતર
કરવાનું હોય. રામભાઈનો વાતપ્રિવાહ સાંભળનારને દીક્ષિત કરી જાય, શીતળતાનો અંઘોળ કરાવી જાય. પછી તે
ભાગવતકથા હોય કે જીવનકથા ! પછી તે શૌર્યકથા હોય કે કિશોરકથા ! પણ એની રજૂઆત રળિયાત, એની
પસંદગી પ્રેરણાદાયી, એનો અનુબંધ જીવનલક્ષી. એ વાત ડગલે ને પગલે વર્તમાન જીવન સાથે અનુસંધાન જોડતી
જાય અને ભૂત, ભવિષ્ય ને વર્તમાન સાથે મિલન યોજાતું જાય અને ભૂતકાળની ભૂલોનાં પુનરાવર્તનમાંથી મુક્ત બની.
નરવા ભવિષ્યનાં નિમણનું ભાથું બંધાવે.’
1 thought on ““પડઘો” ગુજરાતી ટૂંકીનવલકથા (Padgho Gujarati Short Novel)”