“બસ તને એક ને જ ઉડતા આવડે” ગુજરાતી ટૂંકી વાર્તા (New Gujarati Short Story)

By

બસ તને એક ને જ ઉડતા આવડે ટૂંકી ગુજરાતી વાર્તા માં એક હંશ વિષે ની વાત છે, જેમાં એક નેનો કિસ્સો દર્શાવામાં આવ્યો છે. આશા છે કે તમને આ ટૂંકી વાર્તા ખુબ જ ગમશે અને જો ગમે તો નીચે કોમેન્ટ કરવાનું ના ભૂલતા. આ બાળકો પણ વાંચી શકે છે અને તેમને પણ જરૂર મજા આવશે. નવા ઉપડૅટ ત્વરિત મેળવવા માટે અમને સોશિયલ મીડિયા ના એકાઉન્ટ માં જરૂર ફોલો કરો.

બસ તને એક ને જ ઉડતા આવડે

રાજસ્થાનમાં કાંકરોલી પાસે ગુજરમંદ નામનું વિશાળ સરોવર આવેલું છે. મારવાડના રણમાંથી તાપમાં mળ્યાં પક્ષીઓ જાનંદની શીતળ, હવા ખાવા અને મીઠું પાણી પીવા આવે છે. પશુ-પક્ષી અને માનવીઓનો એ વિસામો છે, એક વાર માનસરોવરના હંસ ઊડતા ઊડતા એ સરોવરને કિનારે આવી ઊતર્યા. ઘટાદાર વૃક્ષોની છાયામાં તેઓ આરામ કરવા લાગ્યા. વડલાની ડાળ ઉપર એક કાગડો બેઠો હતો.

એણે હંસને જોયા. એણે કોઈ દિવસ આવાં સુંદર પક્ષી જોયાં ન હતાં. પહેલી નજરે તો એને રાજહંસ જોઈને અંતરમાં ભારે આદરભાવ ઉપજ્યો, પણ બીજી જ પળે એના મનમાં થયું : અરે ! આ નવતર પક્ષી ક્યાંથી આવ્યાં એણે તો પાંખો ફફડાવી મૂકી. કો.’ અવાજ કર્યો એટલે એક નાના હંસે ઊંચે જોયું. એટલે કાગડાએ એને રૌફથી પૂછ્યું : “અલ્યા, કોણ છો તમે ? ક્યાંથી આવ્યાં છો ? અહીં રજા વગર કેમ બેઠા ?”

જુવાન હંસ કહે : ‘અમે માનસરોવરના હંસ છીએ. ફરતા ફરતા આવ્યા છીએ. થોડી વાર વિસામો લઈને ચાલ્યા જઈશું.” કાગડો કહે : ‘એ તો ધક, પણ ઊડતાં આવડે ખરું ? કે આવડી પાંખો વધારી છે, એટલું જ !’ હંસ કહે : ‘ઊડતાં તો આવડે જ ને.’ કાગડો કહે : “કેટલી ઊડ ઊડી જાણો આ હંસે ધીમે રહીને જવાબ આપ્યો : ‘એક.’ સાંભળીને કાગડો ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો : “બસ, એક જ ઊડ આવડે ?

અરે, રામ ! આપણે તો એકાવન ઊડ જાણીએ.’ આમ કહીને કાગડો ડ્યો અને બાજુની ડાળ ઉપર જઈને બેઠો. પછી વળી ઊડવો અને ઉપલી ડાળે ગયો. થોડી વારે પાછો ડોક વાંકી. કરી, પાંખો રાજહંસ સાંભળી રહ્યો, પણ જુવાન હતો એનાથી કાગડાની ડેરી રોહન ન થઈ. એણે ઊંચે જોયું અને ધીરગંભીર અવાજે કહ્યું : આવી જાઓ. નીચે જુવાન હસે પાંખો પહોળી કરી અને સરોવર તરફ ઊડવાનું શરૂ કર્યું.. કાગડો તો એનાથી આગળ આગળ ઊડી રહ્યો છે.

હંસ તો ધીમી ગતિએ જાય. પહોળી કરી, વડલાને આંટો મારીને પાછો ફર્યો અને બોલ્યો : “જોઈ આપણી ઊડ ! તમે એકાદ ઊડ તો બતાવો.’ આપણે સાથે ઊડીએ. તમને મારી એક ઊડનો પ્રકાર બતાવું.’ કાગડો તો રોફથી નીચે આવ્યો. છે. કાગડાએ પાછું વાળીને જોયું ને બોલ્યો : ‘કેમ, ભાઈ ! પાછળ કેમ રહી છો ? ચાલો, અને આટલા નીચે કેમ ઊડો છો ?

જરા ઊંચે ચડો.’ હંસ હસ્યો અને પોતાની ગતિ જરા વધારી. પાણીની સપાટીથી સહેજ ઊંચે ચડવો. થોડી વાર થઈ એટલામાં કાગડાભાઈ ધીમા પડ્યા અને પછી બોલ્યા : “બસ, મેં જોઈ લીધી તમારી ઊડ. હવે પાછા વળીએ. તમારામાં કંઈ નથી. મેં જોઈ લીધું.” એટલે હંસ બોલ્યો : “ભાઈ ! એમ આટલામાં શી રીતે પારખું થાય ? જરા આગળ ચાલો.’ આમ કહીને એણે ઝડપ વધારી અને ઊંચે ચડવો.

પાંખો પહોળી કરી. હવામાં સકતો એ આગળ વધ્યો. હવે કાગડાભાઈ પાછળ રહી ગયા. એમની ગતિ ધીમી પડી. એમની પાંખો થાકવા લાગી. સરોવરમાં એટલા આગળ નીકળી ગયા હતા કે પાછા કિનારે પહોંચવાનું તેમને મુશ્કેલ લાગતું હતું એટલે જરા ગભરાયેલા અવાજે કાગડાભાઈએ. કહ્યું : “ભાઈ ! હવે મહેરબાની કરીને પાછા વળો, મને થાક લાગ્યો છે: જુવાન હંસ બોલ્યો : ‘તમે તો એકાવન ઊડ જાણનાર !

હવે જરા બીજી રીતે ઊડવાનું શરૂ કરશે.’ કાગડાએ કહ્યું : “ભાઈ ! મારી એકાવનમાંથી કોઈ ઊડ હવે કામ લાગે તેમ નથી. તમારી આ એક ઊંડ પાસે એ બધી નકામી છે.’ હંસે પાછું વાળીને જોયું તો કાગડાની પાંખો પાણીને અડકતી હતી અને આવ્યો. તે આગળ વધી શકતો ન હતો.

હંસ તો ઉદાર દિલનો હતો. એ ધીમો પડ્યો. એણે કાગડાને પોતાની પીઠ ઉપર લઇ લીધો. પછી એકદમ વૈગ વધાર્યો અને ઊંચે આકાશમાં ચડયો. સરોવરના કિનારાઓને નિહાળતો, ચોમેર પથરાયેલી પહાડીઓનાં શિખરો ઉપર થતો એ એક-ચક્કર મારીને પાછો વડલા નીચે રાજહંસ તેની ચન્હ જોઈ રહ્યા હતા.

એમને તો એની કશી જ ચિંતા ને હતી, પણ વડલા ઉપર માળામાં કાગડાનાં બચ્ચાં અને તેની કાગડી રાહ જોઈ રહ્યાં હતાં. કાગડાએ. ખોટી બડાઈ મારીને હંસની સાથે હરીફઈ કરી તેથી કાગડી ભારે ચિંતામાં હતી. જુવાન હંસ નીચે બેઠો તેવો જ કાગડો ઊડીને ઉપરની ડાળે જઈ પહોંચ્યો. કાગડીએ પૂછ્યું : “કેમ, આવી ગયા ? મને બહુ ફિકર થતી હતી.” એટલે કાગડાએ રોફથી કહ્યું : “ આ તળાવડીને ચાર ચક્કર લગાડી આવ્યો.

આ નવતર પંખી બિચારું મને કેમ લગે ? એ તો પાણીમાં ડૂબકાં ખાવા લાગેલો, પણ મેં એને મારી પીઠ ઉપર બેસાડી લીધો.” એમ કહીને એ પેલા જુવાન હંસ ઉપર ચડ્યો, એટલે એ જુવાન હંસને એક વયોવૃદ્ધ રાજહંસે હળવેથી કહ્યું : “આવાની સાથે હરીફાઈમાં ઊતરવું આપણને શોભે નહીં.”

Leave a Comment