“લોખંડ ના ત્રાજવા ઉંદર ખાઈ ગયા” ગુજરાતી વાર્તા (Lokhand na trajva undar khai gaya Gujarati Story)

By

જૂના જમાનાની વાત છે, કનોજમાં કીર્તિકુમાર નામનો વેપારી વસતો હતો. તેના બાપદ્યદાની પાસે અઢળક સંપત્તિ હતી, એટલે કીર્તિકુમાર નાનપણથી ભારે લાડમાં ઉછરેલો. પાલખીમાં બેસીને બાગબગીચામાં ફરવું, દોસ્તમિત્રો સાથે અમનચમન ઉડાવવાં. એમ એની જુવાની ભોગવિલાસમાં વીતી હતી, પરંતુ આ કીર્તિકુમારને ધન કમાવાની કશી ખબર ન હતી. માત્ર પૈસા વાપરી જાણતો જગતમાં તડકાછાંયા આવ્યા કરે છે.

માબાપ અકાળે સ્વર્ગે સિધાવ્યા. હતો, તેથી બાપદાદાની મિલકત બેઠા બેઠા ઉડાડી દીધી અને પાંચ વરસમાં તો બધું સાફ થઈ ગયું. કીમતી રાચરચીલું પણ એક પછી એક વેચી ખાધું. એક વાર એણે પોતાના કુળગોરને બોલાવીને પૂછ્યું : “મારા ભાગ્યમાં લક્ષ્મી છે કે નહીં ?

કુળગોર ત્રણ પેઢીના વયોવૃદ્ધ પુરુષ હતા. તેમણે પંચાંગ જોયું, હાથ જોયો અને કહ્યું: “લક્ષ્મી તો છે, પણ તેને માટે તમારે પુરુષાર્થ કરવો પડશે. તમારા બાપદાદ્ય દેશાવર ગયેલા તેમ તમારે દરિયો ખેડવો પડશે.’ કીર્તિકુમારને સન્મતિ સૂઝી. અને તેણે દેશાવર જવાની તૈયારી કરી. જાવા- સુમાત્રામાં એના ઘદાની મોટી આબરૂ હતી. કીર્તિકુમારે ત્યાં જવાનું નક્કી કર્યું. બીજી તો કોઈ કીમતી સંપત્તિ રહી ન હતી, પણ પેઢી દર પેઢીથી સાચવી રાખેલ લોખંડનાં મૌત્રે ત્રાજવાં હતાં.

ભારે વજનદાર અસલી પોલાદનો મજબૂત કાંઠે, એવાં જ છાબડાં ને એવી જ મોટી, કારીગરીવાળી છાબડાની સાંકળો. વડવાઓની એ યાદગીરી હતી. કીર્તિકુમારને થયું કે આ એક ચીજ સાચવી રાખવી. એટલે તેણે પાડોશમાં એક મોટા વેપારીને ત્યાં એ ત્રાજવાં સાચવવા આપ્યાં અને કહ્યું : “હું પરદેશથી પાછો આવીશ ત્યારે લઈ જઈશ.’ પેલા વેપારીએ ત્રાજવાં જોયેલો હતો. એને એ બહુ જ ગમતાં. કીર્તિકુમારની બાપા કોઈ વાર પરદેશી મહેમાનોને ત્રાજવાં બતાવતાં ત્યારે એના મનમાં થતું કે આવી અમૂલ્ય વસ્તુ આપણે ઘેર હોય તો કેવું સારું !

એ પોતે પણ લક્ષાધિપતિ. શ્રીમંત હતો, પરંતુ આ દુર્લભ ચીજની એને મોહિની લાગી હતી. તેથી જ્યારે કીર્તિકુમાર સામે ચાલીને ત્રાજવાં મૂકવા આવ્યો ત્યારે એ બહુ જ રાજી થયો અને હર્ષમાં આવી બોલી ઊઠ્યો : “ભાઈ ! તમે ખુશીથી મૂકી જાઓ, પરદેશ ખેડી આવો. ખૂબ ધન કમાઈ આવો. ભગવાન તમારું ભલું કરે? મુકાવ્યાં.

શેઠાણીને ભલામણ કરી કે : “જોજો આ વસ્તુ જીવની જેમ માતાની આમ કીર્તિકુમારને આશીર્વાદ આપી એ વેપારીએ ત્રાજવાં. પોતાના ઘરમાં . છે.” કીર્તિકુમાર તો મિત્રોની વિદાય લઈ જાવા-સુમાત્રા ઊપડી ગયો. બાર વરસે પાછો આવ્યો ત્યારે દુનિયા બદલાઈ ગઈ હતી. કેટલાંય સગાંવહાલાં, દોસ્તમિત્રો સદાને માટે સ્વર્ગે સિધાવ્યા હતા. જે હતા તેમાંના કેટલાક કીર્તિકુમારને ભૂલી ગયા હતા. થોડા એવા હતા જેઓ પ્રેમથી મળવા આવ્યા, ભાવથી ભેટવા, દસ- પંદર દિવસ સૌને મળવા-હળવામાં વીતી ગયા.

પછી એક દિવસ કીર્તિકુમાર પોતાના પાડોશી ગૃહસ્થને મળવા ગયા. કીર્તિકુમારને આવતો જોતાં જ શેઠ હીંચકા પરથી ઊભા થયા. પગથિયાં સુધી સામે આવ્યા. કીર્તિકુમાર નીચો વળી પગે લાગવા ગયો તેને બાથમાં લઈને ભેટ્યા અને બોલ્યા: “તને મળવા આવવાનો વિચાર જ કરતો હતો.’ ઓરડાની સામે જોઈને શેઠે બૂમ મારી: ‘ક્યાં ગયાં ? આ કીર્તિભાઈ આવ્યો છે: શેઠાણી બહાર આવ્યાં.

કીર્તિકુમાર પગે લાગ્યો. શેઠાણીએ દુખણાં લીધાં. કુશળ સમાચાર મૂક્યો. શેઠે કહ્યું : “અમે તો તમને બહુ યાદ કરતાં. હું તમારી કાકીને કહેતો કે હવે તો દેશમાં આવી જાય તો સારું. પણ ભાઈ ! તારા વાળ ધોળા થવા માંડત્રા. “હવે તો થાય ને મને પચાસ થવા આવ્યાં.’ હા, મનેય પંચોતેરમું ચાલે છે’ કહી શેઠ જરા ધીમે અવાજે બોલ્યા : અમે તો કાંઠે બેઠાં છીએ. ભગવાનનો હુકમ થાય એટલે ચાલી નીકળવાનું.’ એવું ન બોલો, કાકા !’ કીર્તિકુમારે ભાવથી કહ્યું : ‘તમારે તો રસો : બીજી થોડી આડીઅવળી વાતો ચાલી.

પછી કીર્તિકુમારે કહ્યું : “કાકા | બોલ્યાં ત્રાજવાં કઢાવી રાખજો. કાલ સવારે માણસ મોકલીશ. એને આપી દેજે. ‘અરે, ભાઈ ! ઈ ત્રાજવાંએ તો અમને હેરાન કરી નાખ્યા છે. એની તો આ તારી કાકીને જ પૂછે. હું કહીશ તો તારા માન્યામાં નહીં આવે.’ ‘પણ થયું એ વાત કરો ને ? તારા કાકા કહે છે, ઈ વાત સાચી છે.’

શેઠાણી ગંભીર મોં રાખી કહેવા લાગ્યાં : ‘તારાં ત્રાજવાં એવડાં મોટાં કે કોઈ પેટીમાં સમાય નહીં. એક મોટું પટરો છે એમાં ગાદલાં-ગોદડાં મૂકીએ છીએ. હવે હું એમને સોંપી ગયો એટલે આવી વસ્તુ જીવની જેમ જાળવવી જોઈએ. એટલે અમે એને તિજોરી ઉપર સાચવીને મુકાવ્યાં.

એને રજરજોટ ન લાગે એટલા સારું મારા પરણ્યાના પાનેતરમાં બાંધીને એને મૂક્યાં.” કાકી ! તમે બહુ કાળજી રાખી.’ કીર્તિકુમાર અહોભાવથી બોલ્યો. રાખવી જ પડે ને ” શેઠે વચ્ચે વપસી પુરાવી. પણ હેરાન કેમ થયા એની વાત કરો ને ” કીર્તિકુમારને જરા ચિંતા થઈ. લે ને, હું ટૂંકી વાત કહી દઉં.’ શેઠ બોલ્યા : ‘અમે આ વરસે બાજરો સંઘર્યો અમારી વાડીનો અને ગામનો થોડો રાખ્યો. બીજે ભરવાની સગવડ નહીં તેથી ઓરડામાં ગૂણો મુકાવી. એમાં કોણ જાણે ક્યાંથી ઉંદર હળી ગયા. નવેનવી ગૂણો કાપી નાખી. એય લૂગડું આજુબાજુ રહેવા ન દીધું. અરે ! હડામાં ચોપડા હતા. સીસમનો હડફે પણ હેઠેથી કોતરીને અંદર પેઇ. હજારોની ઉઘરાણી ખોટ થઈ.

આ છ ઉંદરડાઓએ તમારાં કાકીનું રેશમી પાનેતર કાપી ખાધું અને એક દી’ જોયું તો ત્રાજવાંનેય ખાઈ ગયા.’ લોઢાનાં ત્રાજવાં ઉંદર ખાઈ ગયા?” કીર્તિકુમાર નવાઈ પામીને બોલી ઊઠ્યો. “એટલે તો મેં તને પહેલેથી કીધું હતું કે તારા માન્યામાં નહીં આવે. ઉંદરડા પણ કેવા ! મોઢ સસલા જેવા રાતે જોયા હોય તો બીક લાગે. તારાં કાકીએ તો બે દિ’ સુધી ખાધું નહીં. એને એમ કે ભાઈને મોટું શું બનાવશું જ કીર્તિકુમાર સમસમી રહ્યો.

ગમ ખાઈ ગયો. ધીમે રહીને બોલ્યો : ‘એ વસ્તુ મારા ભાગ્યમાં નહીં બીજું શું ? ચાલો, હું રજા લઈશ, પ્રક. !’ “અરે ! એમ જવાય ? તું બાર વરસે પરદેશથી આવ્યો. આજ જમવાનું અહીં રાખ.’ હા, ભાઈ !” શેઠાણી બોલ્યાં : “આજ તારા કાકાનો જન્મદિવસ છે. મારા સમ છે તને. ના પાડીશ નહીં.” પણ કાકી ! મારું નહાવાધોવાનું બધું બાકી છે.’ તો નદીએ નાહી આવ.’ શેઠ બોલ્યા: ‘નદીમાં બહુ સરસ સગવડ છે. રમુ સાથે આવે.’

આમ કહી શેઠે બૂમ મારી : ‘ક્યાં ગયો રમુ ” શેઠનો બાર વરસનો એકનો એક દીકરો રમેશ બાજુના ઓરડામાંથી દોડતો આવ્યો. શેઠે રમુને કહ્યું : “જો, બેટા ! આ તારા મોટા ભાઈ કીર્તિભાઈ. જાવા- સુમાત્રા જઈને હમણાં જ આવ્યા. આજે આપણે ઘેર જમશે. એમને નદીએ નહાવા લઈ જા, ઉપરવાસ નહાવા-ધોવાનું સરસ છે. ત્યાં લઈ જજે. કીર્તિકુમાર રમેશને લઈને નદીએ નહાવા ગયો. એને નહાવામાં કશી મઝા ન આવી.

ઝટપટ નાહી લીધું અને પાછો ગામમાં આવ્યો. રંગીલદાસ નામનો એનો એક બાલમિત્ર હતો. કીર્તિકુમાર તેને મળવા ગયો. એ દુનિયા ફરેલો. ચિત્રોનો શોખીન. પોતે પણ ચિત્ર દોરતો. કીર્તિકુમારને જોતાં જ ભેટી પડ્યો. કુશળ સમાચાર પૂછ્યા અને થોડી પરચૂરણ વાતચીત કર્યા પછી કીર્તિકુમારે કહ્યું: ‘હું અહીં બાજુમાં બે-ચાર મિત્રોને મળી આવું. રમુભાઈ ! તમે ચિત્રોનો આલબમ જુઓ. હજી આપણે જમવાને બહુ વાર છે.

એટલામાં હું આવી જઈશ. પછી આપણે સાથે ઘેર જઈશું.’ રંગીલદાસ રમુને પોતાના ચિત્ર ખંડમાં લઈ ગયો. ત્યાં એક-બે સુંદર આલબમ જોવાં આપ્યાં. કીર્તિકુમારને વળાવવા દરવાજા સુધી ગયો. જતાં જતાં કીર્તિકુમારે કહ્યું : “જો રમુને હમણાં અહીં તારી પાસે જ રાખજે. એના બાપે મને છેતર્યો છે. મારે એને જરા ચમત્કાર બતાવવો પડશે. બે-ચાર કલાક ક્યાંઈ જવા ન દઈશ.’ આમ કહી જે હકીકત બની હતી તે કહી સંભળાવી. રંગીલદાસ કહે : “ડેલીને બારણે અંદરથી તાળું મારી દઈશ અને રમુને મેડી ઉપર ચિત્રો બતાવીશ.

તું બેફિકર રહે છે. એને બરાબર પાઠ ભણાની દે, ઘરો થયો પણ વાંદરો ગુલાંટ ભૂલતો નથી. કેટલીય બિચારી વિધવાઓની કીર્તિકુમાર સીધો એના કાકાને ઘેર ગયો. શેઠશેઠાણી રાહ જોઈ રહ્યાં હતાં, મિલકત ખોળવી ગયો છે.* શેઠ આનંદમાં બાવીને બોલી ઊઠયા : ‘આવી ગયો, ભાઈ !” હી, કાન !” કેમ નહાવા-ધોવાનું કેવું ?” કીર્તિકુમારે જવાબમાં બે હાથ વચ્ચે માથું પકડીને પોક મૂકી. કેમ, શું થયું શેઠ જરા ગભરાઈ ગયા. આપણો રમુ…’ “શું થયુ રમુને જ એને કપડાં સાચવવા બેસાડવો. એવામાં આકાશમાંથી મોટું બાજ પક્ષી આવ્યો અને એને ઉપાડી ગયો.’

આમ કહી કીર્તિ પાછો રડવા લાગ્યો, શેઠ એકદમ તાડૂક્ય : ‘અરે ! બાજપક્ષી તે કાંઈ છોકરાને લઈ જાય ? તું સાવ ખોટ વાત કરે છે.’ બ્રા ! હું ખોટું નથી જ્હતો.’ રડતા અવાજે કીર્તિ બોલ્યો : મોટે જબરો બાજ વહાણના સઢ જેવડી એની પાંખો. હું જોતો રહ્યો ને રમુને ઉપાડીને ઊડી ગયો શેઠ લાલપીળા થઈને બોલી ઊઠયા : ‘તદ્દન બનાવટી વાત.

તે મારા છોકરાને કંઈક કરી દીધું છે.’ શેઠનો અવાજ સાંભળી શણી બહાર આવ્યાં. ખબર પડતાં એ રડવા લાગ્યાં. શેઠ કહે : “તું શા માટે રડે છે. હું અબઘડી ન્યાયાધીશ પાસે જાઉં છું.’ શેઠ માથે પાઘડી મૂકીને સીધા ન્યાયાધીશ પાસે ગયા. રડતા અવાજે ફરિયાદ કરી. ન્યાયાધીશે કર્તિકુમારને પકડી મંગાવ્યો અને કીર્તિકુમારને ગુનેગારના પીંજરામાં ઊભો રાખીને પૂછયું : “કેમ, આ શેઠના છોકરા બાબતમાં તમારે શું કહેવાનું છે ?

મારી સાથે એમનો પુત્ર નદીએ નહાવા આવેલો. મેં એને કપડાં સાચવવા બેસાડ્યો હતો. એવામાં મોટો બાજ આવ્યો અને એને ઉપાડી ગયો.’ ન્યાયાધીશ કહે : “એવડા મોટ છોકરાને બાજ ઉપાડી જાય એ વાત માન્યામાં આવે તેવી નથી.’ એટલે કીર્તિકુમારે ઠંડે કલેજે કહ્યું : “જે દેશમાં લોઢાનાં ત્રાજવાં ઉદર ખાઈ જાય ત્યાં બાજ છોકરાને ઉપાડી જાય તેમાં શી નવાઈ જ આમ કહી તેણે ન્યાયાધીશ સમક્ષ આખી યે વાતે વર્ણવી. ન્યાયાધીશ તરત જ શેઠને ત્રાજવાં હાજર કરવા હુકમ કર્યો છોકરો મળ્યો. કીર્તિકુમારને ત્રાજવાં મળી ગયાં. શેઠ દોડતા જઈને ત્રાજવાં લઈ આવ્યા. કીર્તિકુમાર રમુને લઈ આવ્યા. શેઠને તે દિવસથી ઉદરોએ લોઢાનાં ત્રાજવાં ખાવાનું છોડી દીધું.

Leave a Comment