“દેડકા નો રાજા” ગુજરાતી બાળવાર્તા (King of Frogs Gujarati Stories for Kids)

By

તમને ખબર જ હશે કે નાના બાળકો ને દેડકા જોવા કેટલા ગમે છે જે તેમને એક રમકડાં જેવા જ લાગે છે. અને સાથે સાથે જ બાળકો ને દેડકા ની વાર્તા પણ ખુબ જ ગમે છે.

“દેડકા નો રાજા”

એક મોટા તળાવમાં ઘણાં દેડકાંઓ વસતાં હતાં. એ બધાં રૌજ અંદરોઅંદર લડતાં. નાનાં જીવડાં ખાતાં લડી પડે, બેસવાની જગ્યા માટે લડે, રમતાં રમતાં એક બીજા સાથે ઝઘડી મરે. આથી મોર્ય દેડકાંઓ એક વાર એકઠાં થયાં. તેમણે નક્કી કર્યું કે આપણે રાજા વિના નહિ ચાલે. ઠરાવ એક મતે પસાર થયો. સારા સારા રાજા મહારાજાઓ તો બ્રહ્માજી પાસેથી જ મળી શકે, એટ દેડકાના બેચાર આગેવાનો બ્રહ્માજી પાસે ગયા.

હાથ જોડીને ઊભા રહ્યા અને અરજ ગુજારી : “મારાજ ! અમને એક સારો માનો રાજા આપો.” બ્રહ્મા કહે : “બહુ સારું જાઓ. તમે ત્યાં પહોંચો એટલામાં હું રાજા મોકલું છું.’ આગેવાનો રાજી થતાં પોતાના સ્થાનકે પહોંચ્યા, એવામાં ઉપરથી ધબ્બાંગ કરતું એક મોટું લાકડાનું ઢીમચું પડવું. તળાવમાં પાણીનો હેલારો ચડ્યો. ભયંકર અવાજ સાંભળીને દેડકાંઓ તો બધાં લપાઈ ગયાં. કેટલાંક તો સાવ તળિયે જઈને બેસી ગયાં.

થોડી વાર થઈ એટલે ધીમે ધીમે બહાર આવવાં લાગ્યાં. અવાજ સાંભળીને તેમને સૌને થયું : “ખરેખર બહુ જબરો રાજા મોકલ્યો લાગે છે.* દૂરથી જોઈને કહે : “રાજા તો બહુ જબરી છે. લાકડાનું ઢીમચું તો તરતું. તરતું એક બાજુ જાય ને બીજી બાજુ જાય.

બે-પાંચ દિવસ તો એની પાસે જવાની કોઈની હિંમત ન ચાલે. વહેલી સવારે સૌ દૂરથી એને સલામો ભરે. જે દેડકાંઓ બ્રહ્માજી પાસે ગયેલાં તેમણે બીજાં દેડકાંઓને કહ્યું : “જોયો ? અમે કેવો જબરો રાજા લઈ આવ્યાં છીએ ? રોજ સવારમાં જ એને સલામ ભરજો. એનાથી દસ હાથ દૂર રહેજો.

પાસે ગયાં તો મરી ગયાં સમજજો.” થોડા દિવસ તો એ ઢીમચા-રાજાની નજીક જવાની કોઈની હિંમત ન ચાલી, પણ પછી એક-બે જુવાનીઆ ઉપડ્યો. હિંમત કરીને એની નજીક ગયા. મોઢ અવાજે બોલ્યા : ‘રાજાસાહેબ ! સલામ, એ રાજાસાહેબ !” પણ રાજા તો ન બોલે કે ચાલે. એક વાર બે મોટા દેડકા લડી પડ્યા.

એકબીજાને બટકા ભર્યા ને લોહીલુહાણ થયા. તેઓ રાજા પાસે ફરિયાદે આવ્યા. રાજાએ કહ્યું : ‘તમે અંદરીઅંદર સમજી લો. કૌઈને વચ્ચે ન રાખો. બીજો માણસ વચ્ચે રાખશો ત્યાં સુધી તમારા કજિયા નીં પતે. વકીલો હશે ત્યાં સુધી સંપ અને શાંતિ નહીં થાય.’ પણ આવી વસ્તુ સમજવા જેટલી દેડકામાં અક્કલ ક્યાંથી હોય ?

આગેવાનો સાવ નિરાશ થઈ ગયા. એક વાર ફરી ઝઘડો થયો. કેટલાંક દેડકાં બીજાં દેડકાંને ધક્કા મારી, પાટુ મારી, એનાં પકડેલાં જીવડાં ઝૂંટવી ખાઈ ગયા. રાજા પાસે ફરિયાદ આવી. રાજા કહે : “શા માટે ઝઘડો કરો છો ? તળાવમાં ઘણી જગ્યા છે, ઘણો ખોરાક છે. એક ચીજ માટે એક જગ્યા માટે, બે જણા શા માટે લડો. છો ?

મારા પડોશીને જોઈએ તે મારે ન જોઈએ એમ કહીને બીજે કેમ નથી જતાં ” પણ આ વાત સમજવાની દેડકાંઓની શક્તિ ન હતી. આખરે દેડકાંઓ આ રાજાથી તદન કંટાળી ગયાં. બ્રહ્માજી પાસે પહોંચ્યા અને ફરી માગણી મૂકી : મહારાજ ! અમારે એવો નમાલો રાજા જોઈતો નથી. એ ઢીમચું કંઈ હુકમ કરતું નથીઅરે !

એની ઉપર ચડીને જુવાન દેડકાં કૂદકા મારે તોય એ કશું બોલતું નથી. એવો રાજા અમારે ન જોઈએ. કોઈ સરસ મઝાની રજા આપી.” બ્રહ્માજી કહે : “આના જેવો રાજા તો તમને હવે નહિ મળે. તમને એની કદર નથી, પણ જાઓ તમારી મરજી છે તો બીજો સરસ રાજા મોકલું છું.’ આમ કહી બ્રહ્માજીએ ગરુડરાજને મોકલ્યા.

ગરુડ તો આવીને તળાવની પાળે બેઠો. દેડકાંઓને એકઠાં કરીને તેણે સરસ મઝાની વાત કહેવાનું શરૂ કર્યું. નાનાં દેડકાંઓને પોતાની પાંખ ઉપર બેસાડી ઊંચે ઊડે, દેશ-પરદેશ લઈ જાય. બીજો દેડકાં કેમ રહે છે તે બતાવે. સંપ, સહકાર, ભાઈચારો, પ્રેમ વગેરે કેમ કેળવાય તે સમજાવે. પણ દેડકોંઓ અંદરઅંદર લડે, ઝઘડે, મારામારી કરે છે અને ગમે નહીં ફરિયાદ આવે તો એમને એટલું જ કહે છે : “જાઓ, હવે આવું કરશો નહિ.”

થોડા દિવસ થયા ત્યાં મોટું દેડકાંઓને થયું: “આવો તે રાજા હોય ! એને મને તો નાનાંમો સૌ સરખાં છે. આપણે એને રાજી તરીકે લઈ આવ્યા હોય માપ કે વધારે માને સાચવતો નથી. માપણી વાત રાખતો નથી. આપણી કંઈક ભૂલું થઈ હોય તો ઠપકો આપે છે. આવો રાજા જોઈએ એને બદલી નાખવો જોઈએ. એ તો પાક ઉપડયાં બહાંજી પાસે. હાથ જોડીને ઊભા રહ્યા. બઈમાએ તેમની સામે જોઈ પૂછયું : “કેમ અલ્યા દેડકાંઓ, કેમ આવ્યા છે.

‘તમને તો મેં સારામાં સારો રાજ આપ્યો છે. ભગવાનનું વાહન ! એનાથી બાપુ ! સારો ખરાબનું કંઈ નથી, પણ આ તો ‘મહેતો મારે નહિ અને ભણાવે નહિ.’ એ સૌને સરખાં ગણે, જરાય એની ધાક નહિ. એનાથી કોઈ ને નહિ. અમે બે-ચાર જણા બીજાં દેડકાં પર ધાક બેસાડનાર હતા, એની બીક હવે કોઈને રહી નથી.

અત્યારે સૌ ઘરના રાજા થઈ ગયા છે. આવું તે ચાલે ? કહે છે : “દરેકને સરખો ખોરાક, દરેકને સરખું માનપાન, દરેકને સરખી જગ્યા. આ તે કંઈ રાજા કહેવાય? બાપુ! અમને એવો રાજા આપો કે જેની સામે જોવાની કોઈની હિંમત ન ચાલે અને બધાને બરાબર કાબૂમાં રાખે.’ ભલે જાઓ, એવા રાજાને મોકલું છું.” બ્રહ્માજીએ ગરુડને બોલાવી લીધા ને નવો રાજા મોકલ્યો. દેડકાંઓએ નવો રાજા જોયો.

મઝાનો ધોળો દૂધ જેવો વાન, ઊંચી લાંબી, ડોક, મઝની લાંબી ચાંચ એક પગે ઊભો રહે અને મોટા મહારાજાની માફક ધીમે ધીમે ચાલે, ધ્યાનમાં હોય તેમ રૂઆબથી ઊભો રહે ગરુડની જેમ હસે નહિ, કથાવાર્તાઓ કહે નહિ. તદ્દન મૌન રૂઆબભેર નજર કરે. સૌને શેહમાં દબાવી દે.

મોઢ દેડકાંઓ બહુ રાજી થયાં. તેઓ દૂર બેઠાં સલામો ભરીને રાજાજીને ખુશ કરવા લાગ્યાં. ઢીમચા ઉપર કૂદતા ને ગરુડ સાથે ગેલ કરતા જુવાન દેડકાં નજીક ગયાં અને સલામબલામ કર્યા વિના પાસે જઈને બેઠાં. હજી તો રાજાની સામે જુએ છે ત્યાં તો તેણે એકને ઝડપ લઈને ચાંચમાં પકડશો.

જુવાનિયો પગ તરફડાવતો રહ્યો. તેને રાજાજીએ ગળે ઉતારી દીધો. મોટાં દેડકાંઓ બહુ રાજી થયાઃ હવે ઠીક, આનું નામ રાજા. હવે આ જુવાનિયાઓની ફાટ ઓછી થશે. બહુ આઝદ થઈ ગયા હતા. એવામાં બીજો જુવાન પાસે ગયો. એને થ રાજાએ ઉપાડી લીધ. એ બંને જુવાનની મા ફરિયાદ કરવા ગઈ. ‘તમે તે કોઈ રાજા છો કે રાણા સ ? મારા બે દીકરાને ગળી ગયા.* એ એટલું કીધું ત્યાં તો એને ય ઉપાડી લીધી. બગલા રાજાનું રાજ ચાલ્યું. મોટાં દેડકાં થોડો વખત તો ખુશ થયા.

એમના મનમાં હતું કે પહેલાંની જૈમ આપણી સત્તા નાનાં દેડકાં ઉપર ચાલશે. એવો વિચાર કરે તે પહેલાં તો નાનાંમોટાં બધાં દેડકાં સાફ થઈ ગયાં અને મોટાં ટૈડકાંઓનો પણ વારો આવી ગયો. અને એકનો એક મુનિરાજ સમો બગલો એક પગે એ તળાવને કાંઠે ઊભો રહ્યો ! ને વસતી ૨હી, ને રાજ રહ્યું !

Summary

આશા છે કે તમને બધા ને દેડકા નો રાજા બાળવાર્તા વાંચવાની ખુબ જ મજા આવી હશે અને આવીજ અવનવી વાર્તા અને ઉપીયોગી માહિતી ગુજરાતી માં જાણવા માટે અમારા બ્લોગ ની વિઝિટ કરતા રહો.

Leave a Comment