“શિયાળ” ગુજરાતી બાળ વાર્તા (Fox Moral Gujarati Stories For Kids)

By

જેમકે તમને ખબર છે કે બાળકો ને વાર્તા ખુબ જ ગમે છે અને આજ ની પોસ્ટ તેમાના માટે ની જ છે. આ બાલ વાર્તા માં એક શિયાળ છે જે બહુરંગી સ્વભાવ નું છે અને તમને આ વાર્તા ખુબ જ ગમશે એનો મને વિશ્વાશ છે.

“શિયાળ”

એક હતું શિયાળ. સાંજને પહોરે તરસ્યું થયું. ઉનાળાના દિવસો હતા. નદી-નાળામાં પાણી ન હતું. એટલે જંગલમાંથી ગામને પાદર આવ્યું. બગસરા જેવું મોટું કસબાનું ગામ. ત્યાં ખત્રી-રંગરેજના કુંડ હતા. તેમાં લાલપીળાં પાણી ભરેલાં હતાં. અંધારું થવા આવ્યું હતું. શિયાળ તો છાનુંમાનું કુંડ પાસે આવ્યું. અંદર ડોકાયું.

તરસ ખૂબ લાગેલી. આંખે અંધારાં વળતાં હતાં. એણે કુંડમાં જોયું તો પાણી તબક્યું. પણ કેટલું ઊંડું છે. તેની કંઈ ખબર પડી નહીં વધારે નમીને મોટું અંદર નાખ્યું તેવું જ ઊથલી પડ્યું. બેચાર ડૂબકી ખાઈ ગયું. થોડું પાણી પણ પીવાઈ ગયું. પણ પછી મુંઝવું એટલે જોર કરીને બહાર નીકળી ગયું અને ઘેડતું જંગલમાં નાકું. મધરાત થવા આવી.

ઘોર જંગલમાં હિંસક પ્રાણીઓ બહાર નીકળ્યાં. વાઘ, વરૂ ચિત્તા, દીપડા, રીંછ અને વનનો રાજા મોટો સિંહ પણ પોતાની ગુફમાંથી બહાર નીકળ્યો. બધાં પ્રાણીઓ શિયાળને જોતાં જ એકદમ બીકથી ઊભાં થઈ રહ્યાં. રંગબેરંગી ચઢપઢવાળું આવું નવતર પ્રાણી કોઈએ કદી જોયું ન હતું. શિયાળ તરત જ સમજી ગયું કે આ બધાં મારાથી ડરે છે, એટલે બે પગે ઊભું થયું અને જુદી જ જાતનો અવાજ કાઢી, પડકારીને બોલ્યું : “હે વનનાં પ્રાણીઓ ! તમે ડરશો નહીં.

મને ભગવાને તમારી રક્ષા કરવા માટે મોકલ્યો છે. તમે બધાં અંદર અંદર લડો છો, નાની નાની બાબતમાં ઝઘડા કરો છો, સસલા જેવું એક નાનું પ્રાણી હાથમાં આવ્યું હોય, તો પણ અંદર અંદર લડી મરો છો, એટલા સારું આપણી જાનવરની દુનિયામાં સંપ રાખવા ભગવાને મને મોકલ્યો છે.

હે વહાલાં પ્રાણીઓ ! તમે કોઈ મારાથી ડરશો નહીં.” આમ કહેતો શિયાળ પોતાનો જમણો હાથ ઊંચો કર્યો અને સિંહની સામે કોઈ કહ્યું : છે વનરાજ ! તમને હું આ બધાં પ્રાણીના મુખી નીમું છું. આજથી મારી હુકમ પ્રમાણે તમારે આ બધાં પ્રાણીઓ ઉપર શાસન ચલાવવાનું છે.’ સિંહને જરા હિંમત આવી. શિયાળ તો એક ઊંચી ટેકરી ઉપર બે પગે ઊભો છે, અંધારી રાતે તારાના ચળકાટમાં એનું રંગીન શરીર બિહામણું લાગે છે.

એનો ત્રિમ અવાજ સિંહ અને વાઘ કરતાં પણ ઘોઘરો અને ભયંકર લાગે છે. તે દિવસથી બધો જાનવરોએ આ નવીન પ્રકારના પ્રાણીનું શાસન સ્વીકાર્યું. એને પોતાનો સર્વોચ્ચ આગેવાન બનાવ્યો અને આવો હોશિયાર, પ્રેમાળ, ઉદાર નેતા મોકલી આપવા માટે સૌએ પ્રભુનો પાડ માન્ય. તે દિવસથી જંગલમાં અગાઉ કોઈ દિવસ નહોતો દેખાતો એવો સંપ દેખાવા લાગ્યો. વાતાવરણમાં નિર્ભયતા અને સમાનતાનાં દર્શન થવાં લાગ્યો. હાથ અને બકરી, સિંહ અને હરણાં, સૌ એક આરે પાણી પીવા લાગ્યો અને સાથે બેસી ભોજન કરવાં લાગ્યાં.

જાનવરોની દુનિયામાં આ એક મોટે ચમત્કાર હતો ! માણસની દુનિયામાં પણ હજાર બે હજાર વર્ષે આવો ચમત્કાર થાય છે. કોઈ મોટો પૈગંબર અવતાર ધારણ કરે એટલે તેની નજીક રહેનારનાં જીવન એકદમ પલટાઈ જાય. એના પ્રભાવશાળી જીવનના રંગે અનેકનાં જીવન પલથઈ જાય. ભક્તકવિ દયારામે કહ્યું છે તેમ : ‘તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય, તો તું વૈષ્ણવ સાચો; તારા સંગનો રંગ ન લાગે, તહાં લગી તું કાચો.

એમ એવા પ્રતિભાશાળી મહાપુરુષના રંગે અનેક સ્ત્રી-પુરુષ રંગાઈ જાય. જેમનાં જીવનમાં અંદર અને બહાર એકસરખો રંગ લાગી જાય એનાં જીવન તો ધન્ય બને. પરંતુ આપણી વાતના ઘેલા શિયાળની પેઠે જીવનના સંધ્યાકાળે જેઓ પોતાની તૃષા છીપાવવા રંગરેજના કુંડ પાસે જાય અને ભૂલથી અંદર પડી જાય અને એ તપોમય જીવનનો તાપ સહન ન થવાથી રંગરેજના કુંડમાં પડવાં ભેગાં બહાર ભાગે, તેને ઉપરનો રંગ તો ચડી જાય, પણ જેમનામાં ત્યાગશક્તિ ન હોય અને અલૌકિક મહાપુરુષનું અનુકરણ કરવા જાય એટલે એના જીવનમાં દેભ આવી જાય.

અંતરમાં વૈરાગ્ય પ્રગટ્યો ન હોય છતાં ભગવાં ધારણ કરે, તેને લોકો પૂજે તો ખરા, પણ એનાથી પોતાનું કશું કલ્યાણ ન થાય અને ખરે. વખતે એ ફટકિયા મોતીની માફક ફૂટી જાય. જીવનનાં તમામ કોનોમાં આવું રોજ રોજ બને છે, હવે, આપણા શિયાળ રાજા તો બધાં પ્રાણીઓના મહાને અગ્રણી બન્યા.

જ્યારે જ્યારે પશુઅોની મહાસભા મળે ત્યારે ઊંચે આસને બિરાજે, બધાં પ્રાણીઓ બે બાજુ હારબંધ ગોઠવાઈ જાય અને પછી સીએ પવિત્ર અને નીતિમય જીવન કેમ ગાળવું એની શિખામણ આપવામાં આવે. એમ કરતાં કરતાં કેટલોક સમય વીતી ગયો. બીજાં બધાં પ્રાણીઓ તો આ અવનવા બહુરંગી મુખીની આમન્યા પાળે છે, એમના પ્રત્યે આદર રાખે છે અને એમનો પડ્યો બોલ ઉપાડે છે, પરંતુ થોડાક શિયાળ એકવાર ખાનગીમાં એકઠ મળ્યો.

તેમણે બહુરંગીને ધારીધારીને જોયો. એની ઉપર ઘણો વિચાર કર્યો એના રૂપરંગ, એની હાલચાલ, એના અવાજની પાછળનો મૂળ સૂર, બધાંનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. એ બધાંને એક મત એવો પાકો વહેમ પડ્યો કે, આ કોઈ આપણી જાતિનું જ પ્રાણી લાગે છે. બસ ખલાસ ! પોતાની જ જાતનું એક પ્રાણી આટલા મોટા હોદા ઉપર ચડી જાય અને જબરજસ્ત, વિકરાળ પશુઓ ઉપર પોતાની સત્તા ચલાવે, એ એમનાથી સાંખ્યું કેમ જાય !

ગમે તેમ થાય એને ઉઘાડું પાડવું જોઈએ. એના ભેદનો પડદો ચીરીને એને સાચા સ્વરૂપે બહાર લાવવાનો આપણો ધર્મ છે. સત્યનિષ્ઠ અને પ્રમાણિક પ્રાણી તરીકેનું આપણું એ કર્તવ્ય છે. આવો નિશ્ચય થતાં એ કેમ કરવું એની યુક્તિ શોધતાં ચતુર શિયાળોને વાર લાગી નહીં. એક વાર સાંજને પહોરે મોટી સભા ભરાઈને બેઠી છે.

બહુરંગી બાદશાહ રૂવાબથી ઊંચા સિંહાસને બિરાજ્યા છે. સિંહ, હાથી, વાઘ વગેરે પ્રાણીઓ હારબંધ સામે બેઠેલાં છે. એ વખતે એકાએક બાજુની ઝાડીમાંથી એકસામટું પાંચ-સાંત શિઆળીની લાળી સંભળાઈ : “હું છું… હું છું હું છું !’ પહેલી વાર તો એના પડઘા પહાડમાં પછડાઈને પાછા વળ્યા, પણ બીજી ને ત્રીજી વાર એવી જ લાળી સંભળાણી એટલે બહુરંગી શિયાળ પોતાના જાતિસ્વભાવ ઉપર આવી ગયું.

પોતાના સ્થાનનું ગૌરવ, પોતાની પ્રતિષ્ઠા, બધું વીસરી ગયું અને એણે સામી લાળી કરી : ‘હું હું છું… હું છું.’ બધા પ્રાણીઓ ચમકી ઊઠ્યાં. એમનો કામ ભાગી ગયો અને તરત જ સૌ બહુરંગી ઉપર કૂદી પડી અને એને હતો, ન હતો કરી નાખ્યો. ઉપરનો રંગ દેભની નિશાની છે. એ હંમેશાં નિષ્ફળતામાં પરિણમે છે. જેવા અંદર તેવા બહાર દેખાવું એ માનવધર્મનું છેલ્લું નહીં, પણ પહેલું પગથિયું છે.

Leave a Comment