“ગરુડ” ગુજરાતી વાર્તા (Eagle Gujarati Short Story)

By

બાળકો નાની ઉમર માં ખુબ જ વાર્તાઓ સાંભળે છે અને તેમને માજા પણ ઘણી આવે છે. સાથે સાથે એ એમાં થી કૈક નવું શીખે પણ છે જેથી આપણી ફરજ છે કે તેમને સારી સારી વાર્તા પણ સંભળાવીએ . આ એક પક્ષી ની વાર્તા છે જેથી તેમને મજા આવશે.

ગરુડ

એક હતો ગરુડ. ઊંચે આકાશમાં ઊડનારો. વિષ્ણુ ભગવાનનું વાહન. સદાય વિષ્ણુલોકમાં વસનારી. સૌ પક્ષીઓનો માનીતો. એક વાર ગરુડરાજ મૃત્યુલોકમાં ઊતરી આવ્યા ને એક વડલાની ડાળે જરા વિસામો લેવા બેઠા, એવામાં એમની નજર એક સમળી ઉપર પડી. દૂર દૂર, ઊંચે આકાશમાં, પાંખો પસારીને હવામાં તરતી સમળી સામે ગરુડરાજ પોતાની તીણી નજરે જોઈ રહ્યા.

ધીમે ધીમે સમળી નીચે આવવા લાગી, એની સુંદર ચાંચ, સૂર્યના તાપમાં ચમક્તી એની ટીપકીવાળી રૂપાળી પાંખો. ગરુડને થવું આ સમળી નીચે ઊતરી આવે તો કેવું સારું ! ગરુડરાજના મનની વાત પામી ગઈ હોય તેમ સમળી નીચે ઊતરી આવી. ગરુડની સામે જ એક ડાળ ઉપર આવીને બેઠી. ગરુડને થયું : “આ સમળી તો મારા મનની વાત પારખી જતી હોય તેવું લાગે છે. એ મારી સાથે કંઈક વાત કરે તો !”

પણ સમળી કશું બોલ્યા વિના જરા આડું જોઈને બેસી રહી. ગરુડની ધીરજ ખૂટી. આખરે એણે પોતે જ વાત શરૂ કરી : ‘તમારી પાંખોના પ્રમાણમાં તમે ઠીક ઊંચે ઊડી શકો છો.” સમળીએ ગરુડની સામે જોયું અને પછી એની વાતનો સ્વીકાર કરતી હોય તેમ નીચે જોયું. ‘તમારી માળો કયા વૃક્ષ ઉપર છે ” ગરુડે વાત આગળ ચલાવી.

‘હજી મેં કોઈ વૃક્ષ ઉપર કાયમી માળો બાંધ્યો નથી.’ ‘ “તો પછી તમે રહો છો ક્યાં ?’ અત્યારે તો આ વડલા ઉપર જ. આમ કહીને સમળી ગરુડરાજની સામે એ જ ડાળ ઉપર આવીને બેઠ. ‘તમારી ચાંચ નમણી છે, પાંખો સુંદર છે, વેગ પણ સારો ગણાય.’ ગરુડે એની એ વાત ફરીથી ચલાવી. આપની પાસે મારી ચાંચ, મારી પાંખો કે મારી વેગ કા હિસાબમાં નથી.’ સમળીએ ઉત્તર આપ્યો.

‘તમે કોઈ વાર હિમાલયનાં શિખરો ઉપર ઉડ્ડયન કર્યું છે ?” ગરુડે પૂછયું. દહેરાદૂન, મસૂરી પાસે દૂરથી દર્શન ક્યાં છે.’ એ હિમાચ્છાદિત શિખરીની પેલે પાર કરી ગયાં છો ખરાં ?” ‘એ મારી શક્તિ બહારની વાત છે.” સ્વર્ગમાં ઈન્દ્રભા કદી જોઈ છે ” જી, ના.’ “અને વિષ્ણુ ભગવાનનો વૈકુંઠ દરબાર ” એ જોવાની મારી ઇચ્છા હૈ ખરી.

બસ, તો મારી સાથે લો.’ “પણ હજારો રૂટ ઊંચા પર્વતશૃંગો ઓળંગવાની મારી શક્તિ નથી.’ સમળી બોલી. દરેક પક્ષીની પાંખમાં પર્વતો ઓળંગવાની શક્તિ રહેલી છે. માત્ર તેને પોતાની રાતિનું ભાન નથી હોતું એટલું જ: ધીર ગંભીર અવાજે ગરુડે કહ્યું. કદાચ રસ્તામાં અધવચ્ચે હું થાકી જાઉ તો ” સહેજ લાડભર્યા મીય સ્તરે સમળીએ પૂછવું.

તો હું મારી પાંખો ઉપર, મારી પીઠ ઉપર તમને ઊંચકી લઈશ.’ આમ વાતચીત લે છે, એટલામાં સમળી એકદમ ડી અને ઝડપ મારીને એક પશ્રીને ચાંચમાં પકડી લીધું અને ગરુડની સામે ધરીને એ બોલી : “આટલી ની ભેટ અપ સીકરી.’ આ રીતે સમળીએ એક ગરીબ પારેવાને અચાનક ઝડપી લીધું. એ ગરુડને ગમ્યું નહીં પણ પહેલાં જ પરિચયે કશો પ્રતિકાર કરવાની એની ઇચ્છા ન થઈ, હિંમત ન ચાલી આભારભરી એક નજર નાખી ગરુડે ભેટનો સાભાર સ્વીકાર કર્યો.

થોડી વાર આરામ કરી ગરુડચજે સમળી સાથે હિમાચલનાં શિખરી તરફ પ્રયાણ આદર્યું. ઊડતાં ઊડતાં સમળી જા પાછળ રહી એટલે ગરુડે વેગ ધીમો કર્યો. તેઓ સમળીની સાથે ઊડવા લાગ્યા. ચકોર સમળી સમજી ગઈ. એ ઘેલી : આપે વેગ ધીમો પાડવાની જરૂર નથી. આપ આગળ ઊત્રે જાઓ. હું પાછળ પાછળ ચાલી આવું છું: એમ કેમ બને ” ગરુડે તદ્દન નજીક સમળીની સાથોસાથ ઊડતાં જવાબ આપ્યો.

આ પ્રદેશોનો ભોમિયો ગણાઉં. મને આગળ ઊત્રે જવા કરતાં તમને આ મનોરમ સ્થળો બતાવવામાં વધારે આનંદ આવે છે. પણ, ગરુડાજ ” સમળી બોલી : “આપણે ધરતીની બહુ નજીક થી રહેલાં છીએ. આપ ધારો તો ઊંચે અવકાશમાં ઊી છે. કદાચ હું એટલે ઊંચે. આપની સાથે ન રહી શકું એવા ભયથી આપે આટલું નીચે ઊડવાનું રાખ્યું જણાય છે.” “તદ્દન ખરી વાત.’ ગરુડે હસીને જવાબ વાળ્યો : હું હંમેશાં આ શિખરોથી ઊંચે બે-પાંચ હજાર ફીટ ઉપર ચાલ્યો જતો હોઉં છું.”

આ શિખરોની ઊંચાઈ કેટલી હશે ?” વીસથી પચીસ હજાર લટ’ આપ વધારેમાં વધારે કેટલે ઊંચે ઊડી શકે સમળીએ મધુર અવાજે પૂછવું અને પ્રત્યુત્તરની રાહ જોઈ રહી. “હું” ગરુડે સહેજ સ્મિત કર્યું અને બોલ્યો : “એનો કશો હિસાબ નથી.’ – સમળી માનભેર નીરખી રહી.

ગગનવિહારી ગરુડરાજ એની બાજુમાં જ ઊડી રહેલા હતા. એ ધારે તો ઘણો ઊંચે ઊડી શકે અને ઉતાવળે આગળ જઈ શકે, માત્ર પોતાની સાથે રહેવા ખાતર તેમણે વેગ ઉપર મર્યાદા મૂકી હતી. એમ કરતાં વિષ્ણુલોક આવ્યો. ભગવાન વિષ્ણુના દરબારમાં ગરુડરાજ સમનીને લઈ ગયા.

વૈકુંઠની અલૌકિક સમૃદ્ધિ, તેની ભવ્યતા જોઈ સમની મુગ્ધ બની. પાર્ષદો, મંત્રીઓ, ભક્તો સૌ કોઈ ગરુડજીને માનપૂર્વક પ્રણામ કરતા હતા. ગરુડરાજનાં માનપાન જોઈ સમળીનો એમના પ્રત્યેનો આદર અનેકગણો વધ્યો. ભગવાન વિષ્ણુ સિંહાસન ઉપર બિરાજમાન હતા. ગરુડજીએ પ્રણામ કર્યા અને સમળીનો પરિચય કરાવ્યો. “આ અમારા લોકનું સૌથી સુંદર પક્ષી છે.’ “વાહ ! ખરેખર એ સુંદર છે.’

‘આપનાં દર્શનની એને ઈચ્છા હતી તેથી મારી સાથે ખાસ આવેલાં છે : વિષ્ણુએ સમળી સામે જોયું. મૃદુ હાસ્ય કર્યું અને બોલ્યા : ‘તમારા આગમનથી મને બહુ આનંદ થયો.’ ગરુડજીએ ઉત્સાહમાં આવી જઈને સમળી સાથે પોતાને કેવી રીતે ઓળખાણ થઈ તેની વાત કરી. ભગવાને સમળી સામે જોઈને કહ્યું : ‘ત્યારે તો તમે ગરુડજી સાથે પરિચય વધારવા પર્યટને નીકળ્યાં છો.* ‘જી, ના. હું તો આપનાં દર્શનાર્થે જ આવી છું.’

“એમ” વિષ્ણુ મૂછમાં હસ્યા અને બોલ્યાં : “તો પછી તમે મારા એક પ્રશ્રનો જવાબ આપશો ?’ અવય.’ તમને હું વધારે વહાલો છું કે ગરુડ * સમળીએ નીચે જોયું. ગરુડ મનમાં સમજી ગયા. કોઈ કશું બોલ્યું નહીં. ઘડીભર શાંતિ છવાઈ રહી. ‘ત્યારે ગરુડજી !” ભગવાને કહ્યું : “મહેમાનને આપણા અતિથિગૃહમાં નિવાસ આપો તેમને વૈકુંઠ બતાવવા તમે પોતે જ સાથે જજો.’ આપને ક્યાંય અચાનક જવાનું થશે તો ?’

બે દિવસ મારા બધા કાર્યક્રમ બંધ રહેશે.” ગરુડજીએ પ્રણામ કરી રજા લીધી. સમળી તેમની પાછળ ચાલી. વૈકુંઠની જાહોજલાલી જોઈ સમળી મુગ્ધ બની. આવો રમણીય પ્રદેશ અને સુખસમૃદ્ધિ એણે ક્યાંય જોયાં ન હતાં. જ્યાં ગયાં ત્યાં ગરુડજીને સૌએ માનપાન આપ્યાં. ખુદ લક્ષ્મીજી પણ તેમનો પડ્યો બોલ ઉપાડતાં હતાં. વિષ્ણુ ભગવાનની સંભાવના અને સત્કાર્યોનું વાહન ગરુડજી જ હતા.

વન-ઉપવન, હિમાચ્છાદિત ગિરિશિખરો અને નિર્મળ નીરભ સરોવરો જોઈને સમળી બહુ રાજી થઈ અને બોલી : મનોહર કેશકલાપ, ચિત્રાંકિત પીંછાં, રૂપાળી કલગી, ઘેરા નીલાકાશ જેવો કઠનો રંગ, મીઠો ટહુકાર, મેઘની મિત્રતા અને સપના વિષનો આહાર, ગુણ અને રૂપના ભંડાર એવા મોરને બદલે પક્ષીઓએ પોતાના રાજા તમને શાથી બનાવ્યા તે હવે મને સમજાય છે.” બે દિવસ વિષ્ણુલોકના નિવાસ દરમિયાન ભાવિ જીવન વિષે ગરુડ અને સમની વચ્ચે બીજી ઘણી ઘણી વાતો થઈ.

છેવટે સમળીએ કહ્યું : ‘હવે આપ મારી સ્વીકાર કરી જીવન ધન્ય બનાવો.” પણ તમે મારી વાત બરાબર સમજી લીધી છે ને ?” દરેક વસ્તુ સમજી લીધા પછી જ હું વાત કરું છું.’ છતાં ફરીથી કહી દઉં.’ ગરુડજીએ જરા આવેશમય અવાજે કહ્યું : “મારે રાતદિવસ વિષ્ણુ ભગવાનની તહેનાતમાં રહેવાનું છે. એમના ભક્તો, દીનદુઃખી લોકો, તેમને ગમે ત્યારે યાદ કરે કે તરત તેમને દોડી જવું પડે, મારા વિના તેમને ઘડીભર ચાલતું નથી.

મને તેમની સેવામાં એક મિનિટની પણ ફુરસદ નથી. આપણા ગુજરાન માટે ય મારી પાસે સમય નથી, એ તમારે બરાબર સમજી લેવાનું છે.’ એની આપ કશી ચિંતા ન કરો.’ સમળી રવસ્થતાપૂર્વક બોલી : “આપનો અને મારો આહાર હું લઈ આવીશ. ભગવાન વિષ્ણુની સેવામાં આપ એકલા નહીં, આપણે બંને ખડે પગે હાજર રહેશું.’ મારો વેગ અને અતલ અવકાશનું ઉદ્દયન તમે જોયું. એ પ્રમાણે સાથે ઊડી શકશો ને ?

હંમેશાં હું તમારી ગતિએ ઊંડું અને તમારી ભૂમિકાએ રહું, એવું નહિ બને.” દરેક રીતે આપની સાથે રહેવા હું પ્રયાસ કરીશ.’ બસ, તો પછી ચાલો. ભગવાનના આશીર્વાદ મેળવી આવીએ.” ગરુડ અને સમળી વિષ્ણુના દરબારમાં આવ્યાં. હાથ જોડી ઊભાં રહ્યાં. વિષ્ણુએ કહ્યું : “હું તમારી રાહ જોઈ રહ્યો હતો.’ ‘રાહ શાથી જોતા હતા? અને અમે શાને માટે આશીર્વાદ માગીએ છીએ તે કેમ પૂછતા નથી?” ગરુડ જરા ઊંચે સાદે બોલ્યો. ‘એ તો તમે બંને સાથે આવ્યાં ત્યારથી જ મને મનમાં વસી ગયું હતું. હું રાજી છું. માત્ર મારે બીજું વાહન શોધવું પડશે.’ મહારાજ ! આપ ચિંતા ન કરશો. મેં સમળી સાથે શરત કરી છે.’ ગરુડજી બોલ્યા. શી શરત ?”

કે મારે અહીં વિષ્ણુલોકમાં જ વસવાનું છે. આપની સેવામાં અમે લગ હાજર રહીશું. મારા ગુજરાનની ચિંતા પણ હવેથી મારે કરવાની નથી ‘ઠીક છે. વિષ્ણુ ભગવાને ઊંડો શ્વાસ લીધો અને પછી વાક્ય પૂરું કર્યું : ૧લગ્ન માટેના દરેક ઉમેદવારો સામસામી આવી જ શરતો કરતાં આવ્યાં છે. ‘આપને આમાં કંઈ શંકા લાગે છે ?” ગરુડ જરા અસ્વસ્થ બન્યા. આટલી પ્રમાણિક સમળી ઉપર શંકા કરનાર વિષ્ણુ ઉપર એના મનમાં જરા ગુસ્સો આવ્યો. આમાં કોઈએ કશી શેકા કરવાની રહેતી નથી. મેં તો તમને જગતનો અનુભવ કો. તમે સુખી થાઓ એવા મારા આશીર્વાદ છે.’

ભગવાનને ચરણે નમી ગરુડજી લક્ષ્મીજી પાસે આવ્યા. ગરુડજી લક્ષ્મીજીને પગે લાગ્યા એટલે તેઓ બોલ્યા : ‘તારા ભગવાનની પેઠે સમળીની સેવા કરજે, સદાય એનો પ્રેમ મેળવજે અને સુખી થજે.’ માતાજીની આશિષ માથે ચડાવી ગરુડ અને સમળી આનંદપૂર્વક ચાલી નીકળ્યાં. વિષ્ણુ ભગવાને ગરુડજીને એક વર્ષની રજા આપી. હિમાલયથી કન્યાકુમારી અને દ્વારામતીથી કામરુ દેશ સુધી બંને પક્ષીઓ ઊંચે અવકાશમાં ઊડવા લાગ્યાં.

બધાં પક્ષીઓ એમનાં ઉદ્દયનને નિહાળી રહ્યાં, કેટલાંકને એમની ઈર્ષ્યા આવી. આંખ મીચને ઉઘાડીએ એટલામાં એક વર્ષ પૂરું થવા આવ્યું. ગણ્યા દિવસો બાકી રહ્યા. ભગવાનના દરબારમાં જવા ગરુડજી અધીરા બન્યા. શરત પ્રમાણે સમળી પણ સાથે જ આવશે એમ તેઓ માનતા હતા. સમળીનો સહક અને ભગવાનની સેવા બંનેનો યોગ તેઓ ચાહતા હતા. એવામાં એક વાર બપોરના ગરુડજી ખોરાકની રાહમાં બેઠા હતા ત્યારે સમળીએ એક નાનકડી ઉંદરડી લાવીને એમની સામે મૂકી. ગરુડે ઊંચે જોયું.

એમની આંખ લાલ થઈ. જરા ઊંચા અવાજે તેઓ બોલ્યા : : “આ શું ? મશ્કરી કરો છો ? આટલા ખોરાકથી મને કેમ ચાલે ” ગરુડરાજ !’ સમળી ઠંડે કલેજે બોલી : “આજે તો આટલોય લાવી છું. કાલથી આપને લેવા જવું પડશે. આપનો જ નહીં, મારો આહાર પણ આપે લાવી કાલથી તો વિષ્ણુના દરબારમાં હાજર થવાનું છે. તમે શું એ નથી જાણતાં ?’ આ તમે શું બોલી રહ્યાં છો. ” ગરુડે મુંઝાઈ જઈને પૂછ્યું : “મારે આવતી આપવો પડશે.”

સમળીએ ગરુડની વાત સાંભળી ન હોય તેમ પોતાની જ વાત આગળ ચલાવી : “આપને જોઈએ તેટલો ખોરાક લાવજો. મારે માટે પૂરતો આહાર જોઈએ. એટલું જ નહીં, પણ આ વડલા ઉપર માળો બાંધવા થોડાં લાકડાં, ઘાસ, વગેરે લાવવું પડશે.’

અને સમળીએ જરા નરમ અવાજે કહ્યું : ‘થોડા દિવસ બાદ આપે મારી અને બચ્ચાંની સંભાળ લેવી પડશે.’ પણ આ તમે શી વાત કરો છો ? આપણી શરત શી હતી ” એ શરત લગ્ન પહેલાંની હતી.” ગરુડજી ઘડીભર સ્તબ્ધ બની સમળી સામે જોઈ રહ્યા પછી એક ઊંડો. નિસાસો મૂકી આહારની અને માળાની તજવીજ કરવા એમણે આકાશભણી ઉડ્ડયન કર્યું.

Summary

અહીં આ વાર્તા નો અંત થાય છે અને મને વિશ્વાશ છે કે તમને આ વાર્તા માં બહુજ મજા આવી હશે તો તમારા મિત્રો સાથે શેર કરવા નું ના ભૂલતા. અમારા બ્લોગ પાર વિઝિટ કરવા બાદલ ધન્યવાદ અને ફરીથી મળશું નવા આર્ટિકલ સાથે.

Leave a Comment