“જીવન માં પલટો” ગુજરાતી ટૂંકી વાર્તા (“A turn in life” Gujarati short story)

By

આજની નવી પોસ્ટ સાથે ફરીથી આપણે મળી રહ્યા છે. જીવન માં ઉત્તર ચડાવ તો વાત જ રહેવાના પણ બધા વ્યક્તિ ને તેની સાથે જીવતા શીખવાનું છે અને આ ટૂંકી વાર્તા માં પણ તમને આ જ શીખવા મળવાનું છે. મને વિશ્વાશ છે કે તમને આ વાર્તા વાંચવામાં ખુબ જ મજા આવવાની છે અને જો તમને આ ગુજરાતી વાર્તા સારી લાગે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા.

“જીવન માં પલટો”

બુંદેલખંડનો એક ભયંકર ડાકુ મોહનસિંહ આખા પ્રદેશમાં ત્રાસ વર્તાવી રહ્યો હતો. રાજ્યની પોલીસ એને પકડી શકતી ન હતી. તેણે પોતાની એક Àળી બનાવી હતી. એ નવજુવાન હતો. તેના વતનના ગામના નગરશેઠે જૂના લેણા પેટે એની જમીન-જાગીર પડાવી લીધી અને તેના બાપને ખૂબ હેરાન કરેલો તેથી મરતી વખતે એના બાપનો જીવ જતો ન હતો એ વખતે મોહનસિંહ એની પથારી પાસે બેઠેલો.

તેણે પ્રતિજ્ઞા કરી કે : “એ વ્યાજખાઉ વાણિયાનું જડાબીટ કાઢી નાખીશ, તમે જીવ ગતે કર.” એટલે એના બાપે પ્રાણ છોડ્યા. પોતે લીધેલી પ્રતિજ્ઞા પૂરી કરવા સોળ વરસનો મોહનસિંહ નગરશેઠને અને એના બે દીકરાને ઠાર મારી બહાર નીકળી ગયો. પછી તો ખૂનની પરંપરા ચાલી. એણે રોળી બનાવી. એમાં એની જેવા જ જુવાનો ભળ્યા. લૂંટફાટ અને મારામારીનો એનો ધંધો થઈ ગયો. એના નામથી આખો મધ્યપ્રદેશ ધ્રૂજવા લાગ્યો.

નાના રજવાડાની શક્તિ ઓછી પડી એટલે પડોશના બે-ત્રણ રાજા એની મદદે આવ્યા. ખૂબ ભસ થવા લાગી. ડુંગરા અને જંગલમાં રખડતા એ લૂંટનાઓને રાતદિવસ નાસભાગમાં રહેવું પડતું. કોઈ જગ્યાએ નિરાંતે રાતવાસો થતો નહીં. ટોળીના બે- ચાર જુવાન ઝડપાઈ ગયા એટલે બહારવટિયાનું બળ તૂટવા માંડ્યું.

મોહનસિંહ બહાદુર અને કાબેલ હતો, છતાં એ મુંઝાયો. આખરે એણે હિમાલયનો માર્ગ લીધો. બે-ત્રણ રાજ્યની પોલીસને થાપ આપીને એ હિમાલયમાં નાસી ગયો. ઋષિકેશથી સો-દોઢસો માઈલ દૂર નરેન્દ્રનગર, જમનોત્રી અને ગંગોત્રીને રસ્તે ઉત્તર કાશી પહોંચ્યો. સાધુનો વેશ લઈને ત્યાં ગંગાકિનારે એક કુટિયા બનાવીને રહ્યો. ‘ચોમેર ઊંચા ઊંચા પહાડો અને ઊંડી ખીણમાં ગંગાનો પવિત્ર પ્રવાહ વરી રહ્યો હતો.

એક નાની પહાડીના પેટાળમાં હારબંધ પંદર-વીસ કુટિરી આવેલી હતી. તેમાં સાધુ-સંન્યારીઓનો નિવાસ હતો. ધર્મ-ધ્યાન, પાઠ-પૂજા, ઈશ્વચિંતનમાં સૌ નિમગ્ન હતા, વાતાવરણમાં ઊંચા પ્રકારની સાત્ત્વિકતા હતી. મોહનસિંહ એ વાતાવરણમાં ધીમે ધીમે રંગાતો ગયો. બ્રાહ્મમુહૂર્તમાં વહેલી સવારે સાધુ-સંન્યાસીઓ જાગી ઊઠતા અને મોટે અવાજે સ્તોત્ર ગાતા, વેદ, ઉપનિષદ્ અને સ્તુતિગાનના હિમાલયના પહાડોમાં પડઘો પડતા.

ચોમેર અલૌકિક મોહનસિંહ કોઈની સાથે ભળતો નહીં. કોઈની સાથે વાતચીત કરતો નહીં પોતાની દુનિયામાં મસ્ત રહેતો. એના મનમાં ઊંડે ઊંડે એમ હતું કે થોડો વખત. આનંદ છવાઈ જતો. અંતરમાં આપોઆપ ભગવાન જાગી ઊઠે એવું પ્રેરક વાતાવરણ ખડું થતું. અહી ગાળું એટલામાં રાજ્યની ભીંસ ઓછી થઈ જશો, પછી બુંદેલખંડ પહોંચી જઈશ. એના બીજા સાથીઓ જીવતાં કે મરેલા પકડાઈ ગયા હતા એટલે એને કોઈની આશા રહી ન હતી. કદાચ નવો પ્રદેશ અને નવી ટોળી શોધવાં પડે. થોડા દિવસ તો એને ક્યાંઈ ચેન પડવું નહીં.

એકાંત વસમું લાગ્યું. પણ ધીમે ધીમે એને ખબર ન પડે તેમ એ ટેવાઈ ગયો. સવારે ગંગાનાં ઠંડા પાણીમાં નહાવાની પણ આદત પડી. મંદિરમાં દર્શને જવા લાગ્યો. એક સાધુ રામાયણના દોહા-ચોપાઈ મધુરકંઠે ગાતા. તેમની કથામાં જઈને બેસવા લાગ્યો, છતાં મનમાં હજી ઘાટ ઘડડ્યા કરતો હતો. એમ કરતાં એક એવો અણધાર્યો બનાવ બન્યો કે એના જીવનનું એકાએક પરિવર્તન થઈ ગયું. સંસારનાં સુખ તરફની એની દૃષ્ટિ જ બદલાઈ ગઈ.

હિમાચલ પ્રદેશનો એક રાજા હતો. એની પુત્રીને માટે વર શોધવા પતિની પસંદગી કરવાની હતી. રાજાએ વિચાર કર્યો કે સ્વયંવર કરીએ, પણ પુત્રીએ ના પાડી તેથી દીવાનસાહેબને શોધમાં મોકલ્યા. ગઢવાલ પ્રદેશના રાજાને એકની એક લાડકી દીકરી હતી. પુત્રી જુવાન થઈ એટલે એને પરણાવવાનો વિચાર કર્યો. રાજાએ દીવાનને કહ્યું કે આપણી કુંવરી. માટે તમે રાજકુમાર શોધી લાવો.

રાણીના મનમાં એમ કે કોઈ મોટા સમૃદ્ધ દેશનો રાજકુમાર મળે તો સારું. પરંતુ રાજકુમારી નાનપણથી ધાર્મિક વાતાવરણમાં ઊછરી હતી. દેવદર્શન અને પૂજા-પાઠ કરતી. મીરાંબાઈનાં ભજન ગાતી. એનું ચિત્ત ભગવાનમાં લાગેલું હતું. સંસારનાં સુખનો એને મોહ ન હતો. તેથી રાજાએ દીવાનને કહ્યું કે રાજકુંવરીનો સ્વયંવર રચતો નથી, પરંતુ એની ઉં, ને રાણીએ એક વાર રાજકુંવરીને પૂછવું કે, તારે કેવો વર જોઈએ ?

પહેલું તો તેણે પરણવાની જ ના પાડી, પણ રાષ્ટ્રીય બહુ આગ્રહ કર્યો અને એનું જિંદગી જશો નહિ, એમ કહ્યું ત્યારે રાજકુંવરીએ કહ્યું કે મારે તો કોઈ ભગવાનને ભક્ત સાધુવૃત્તિનો પતિ જોઈએ. તેથી રાણીએ ધવાનને એવી પતિ શોધી. લાવેલ છે મુજબ વર પસંદ કરવાનો છે, આજ્ઞા કરી. દીવાનજી મોઢે મોઢ તીર્થધામોમાં ફરતાં ફરતાં હરદ્વાર, ઋષિકેશ અને ત્યાંથી ઉત્તર કાશી પહોંચ્યા. અનેક સાધુસંન્યાસીઓને મળ્યા.

છેવટે જયાં પેલો લુટો સાધુનો વેશ પહેરીને કુટિર બનાવી વસતો હતો ત્યાં આવ્યા. પ્રાત:કાળમાં ખાન કરીને કુટિરમાં વસતા સાધુઓ પ્રભુભજન કરી રહ્યા છે, એ વખતે દીવાનજી ત્ય આવ્યા. તેમણે રાજાનો પરિચય આપ્યો. રાજકુમારીની ઈચ્છા દર્શાવી અને આવી પ્રભુપરાયણ વૃત્તિની રાજકુમારીની સાથોસાથ આખું રાજ્ય પણ મળશે એમ કહ્યું કારણ કે રાજાને પુત્ર નથી અને આ એકની એક પુત્રી છે.

પરંતુ દરેક સાધુએ રાજકુમારી કે રાજ્યની લાલચ રાખ્યા વિના દીવાનજીને સ્પષ્ટ જવાબ આપ્યો કે, અમે સંસારનાં સુખ છોડીને અહીં આવેલા છીએ અમને આ સાધુજીવનમાં ખૂબ સંતોષ છે. લગભગ બધા જ સાધુઓએ આવો જ જવાબ આપ્યો. છેલ્લે જ્યારે સાધુ બનેલા લુંયરાનો વારો આવ્યો ત્યારે તેણે હા કે ના કશું કહ્યું નહિ.

એ મનમું વિચારતો રહ્યો કે, રાજકુમારી કે રાજ્ય બંનેમાંથી એકે ય વસ્તુની ઈચ્છા ને રાખનાર આ સાધુના સહવાસમાં મને આનંદ છે. કદાચ હું એ લાલચમાં પી. જઈશ તો આ સુખ ગુમાવી બેસીશ. છતાં એ ચોખ્ખી ના પાડી શક્યો નહીં અને મૂંગો રહ્યો. દીવાનજી પાછા આવ્યા. રાજારાણીને વાત કરી કે હું ભારતના પ્રસિદ્ધ તીર્થોમાં ફરી આવ્યો. સ્વરૂપવાન, શાની અને તેજસ્વી નવજુવાન સાધુસંતોને મળ્યો, પણ કોઈએ રાજકુમારીને પરણવાની હા ન પાડી.

ઉત્તર કાશીની કુટિરોમાં એક જુવાન સંન્યાસી એવો મળ્યો કે જેને ‘હા’ કે ‘ના’ ન પાડી. એ ખૂબ તેજવી છે. રૂપાળો છે, ભરયુવાન છે અને આપણી રાજકુમારીને માટે યોગ્ય છે. મને રાજ્ય ચલાવવાની શક્તિ એનામાં હોય એવું લાગે છે અને મારા અનુભવ AN.ને એ કોઈ ક્ષત્રિય જ્ઞાતિનો જણાય છે. રાજાએ પૂછવું કે : “તો પછી એની સંમતિ શી રીતે મેળવવી ?’ દીવાને કહ્યું : “એનો એક રસ્તો છે. આપ અને રાણીજી રાજકુમારીને લઈને જામો અને એને સમજાવો તો કદાચ હા પાડે.’

રાજા, રાણી, રાજકુમારી અને દીવાન સૌ ઉત્તર કાશી પહોંચ્યા. બીજા સાધુસંન્યાસી અંગે તો પૂછવાપણું હતું નહીં એટલે સીધા મોહનસિંહની કુટિર ગજા કહે : “ભલે. તમારે પણ સાથે આવવાનું છે અને આપણે આવતીકાલે નીકળવાનું છે.” ઉપર ગયા રાજારાણીએ પ્રણામ કયા રાજકુમારી નીચું જોઈને જરા દૂર ઊભી રહી એટલે રાણીએ કહ્યું : “બેય ! મહારાજને પગે લાગ અને તેમના આશીર્વાદ મેન.”

દીવાનજી બોલ્યા : ‘મહારાજ ! થોડા દિવસ પહેલાં હું આવ્યો હતો અને આપને વિનંતી કરેલી. એ જ આ મહારાજા સાહેબ, મહારાણી અને રાજકુમારી. તેઓ જાતે આપને વિનંતી કરવા આવ્યા છે.’ મોહનસિંહના મનમાં ભારે મંથન ચાલ્યું. એ મનમાં વિચારવા લાગ્યો કે : છે તો બનાવટી સાવું છું. કોઈ મને પકડી ન લે એટલા માટે આ સાધુનો વેશ ધારણ કર્યો છે તો પણ આવા મોટા મહારાજા અને મહારાણી પોતાની સ્વરૂપવાન પુત્રીને લઈને સામે ચાલીને અહીં આવ્યા છે અને તેમનું આખું રાજ્ય પણ અર્પણ કરી રહ્યા છે.

જો માત્ર દેખાવ પૂરતો ઉપરનો સાધુવેશ ધારણ કરવામાં પણ આટલું બધું દુનિયાનું સુખ સામેથી આવીને મળ્યું છે તો હું અંદરથી ખરેખરો સાધુ થાઉ અને આ બધા સંન્યાસીઓની જેમ ભગવાનમાં મારું ચિત્ત પરોવું તો મને કેટલું બધું સુખ મળે ? મારો જન્મ સફળ થઈ જાય.’ આમ તેણે વિચાર કર્યો અને જોતજોતામાં નિર્ણય થયો. મન મજબૂત તો હતું. સંકલ્પશક્તિ પણ હતી અને સાધુસંન્યાસીઓનો સમાગમ થયો. થોડી વારે એણે આંખો ખોલી અને રાજારાણીને કહ્યું : “હું તો સંન્યાસી

Leave a Comment