“પોતાની જાત ને ઓળખો” ગુજરાતી ટૂંકી બાળવાર્તા (“Know Yourself” Gujarati short story for kids)

By

ચોમાસાના દિવસો હતા. ધોધમાર વરસાદ પડતો. હતો. ચોમેર નૌનાળો ઉભરાયાં હતાં. ભરવાડો પોતાનાં ઘેટું-બકરાંને એકઠાં કરી, જા. ઊનની છુપીઓ ઓઢી ઝાડ નીચે ઊભા હતા. ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. નાની મૌA પહાડીઓ જીવતી બનીને ઝરણાં વહાવી રહી હતી. એમાં એક નાનકડી ઊંડી નદી બે કાંઠે વહી રહી હતી. પટ બહુ પહોળો ન હતો, પણ ડુંગરની ગાળીમાં હોવાથી પાણીનું તાણ ભારે હતું. નાનાં નાનાં મૌર્જા ઉછળતી, ફીલના ફુગર ચડાવતી, ઘુમરીઓ ખાતી એ ઉતાવળી ઉતાવળી વહી રહી હતી.

ભરવાડ-રબારીના બે-ચાર જુવાન છોકરાઓ કાંઠે ઊભા ઊભા એનું પૂર નિહાળી રહ્યા હતા. એવામાં વરસાદથી ત્રાસેલી એક સિંહa, ડુંગર ઉપરથી લાંબી લળી ભરતી આવી, એની ગુફા નદીને સામે કાંઠે હતી. બેજવવાળી સિંહણ પોતાના રહેઠાણમાં. જાવા અધીરી બની હતી. પળ વાર એ નદી કાંઠે અટકી, નહેરાનું માપ કાઢવું, પૂરનું જોસ માપી લીધું અને જેટલું જોર હતું તે વાપરીને છલાંગ મારી સિંહણ સામે કાંઠે જઈ પડી, પણ એમ કરતાં એને બચ્ચાંનો પ્રસવ થઈ ગયો ને તાજું જન્મેલું સિંહશિશુ પૂરમાં તણાવા લાગ્યું.

સિંહણ એની પરવા કર્યા વિના સામા પહાડની ગુફામાં ચાલી ગઈ. આ બાજુ ભરવાડના છોકરાઓએ પાણીમાં તણાતું જતું સિંહનું બચ્ચું જોયું. કપડાં સાથે જ એક જુવાને પૂરમાં ઝંપલાવ્યું. એમને મન આવાં પૂરમાં કૂદવું તે રમત વાત હતી. બચ્ચાને પકડી એ ત્રાંસો તરતો તરતો સામે કાંઠે નીકળી ગયો. નહેરાનું પાણી ઊતર્યું ત્યાં સુધી એ બચ્ચાને પોતાના ગરમ ધાબળામાં ઢબૂરી રાખ્યું અને પછી પોતાનાં પૈત્ર-બકરો લઈને નેસમાં આવ્યો.

સિંહના બચ્ચાને જોવા નેસના ગોવાળિયા એકઠા થયા. એ તો ઘેટીનાં બચ્ચાં સાથે ઘટીને ધાવવા લાગ્યું અને મોટું થવા લાગ્યું. આખા નેસમાં એ નવતર સિંહશિશુએ જાદુ કર્યું. આમ કરતાં તો એ મોટું થવા લાગ્યું. બે, ચાર, છ, આઠ, બાર મારાનું થયું પણ ઘેટાનાં ટોળામાં જ રહે. એની સાથે જ ચરવા જાય, એની સાથે જ સાંજ પફ ઝોકષ પુરાઈ જાય. પોતાને ઘેટાનું જ બચ્યું સમજવા લાગ્યું.

ગોવાળિયા પન્ન એને કેડમાં તેડીને ખભે બેસાડીને રમાડે અને વહાલ કરે. આમ અ૨રાપરસ હતપ્રીત જામી ગઈ. ફરી પાછો આષાઢ માસ આવ્યો. આભમાં મેઘ ગાજવા લાગ્યો ! ઈન્દ્ર મહારાજ ગેડીદડે રમતા હોય, તેમ ઉપર ગર્જનાઓ થવા લાગી, વીજળીના કડાકા અને ભડાકા થવા લાગ્યા. બારે મેઘ ખાંગા થયા અને કાળાં ડિબાંગ વાદળાંથી આકાશ ઘેરાઈ ગયું. મૂશળધાર મેઘ તૂટી પડડ્યો. જોતજોતામાં નદી- સરોવર છલકાયાં.

ભરવાડ-રબારીઓ ઘટતં-બકરાં, ગાયો-ભેંસો લઈને મોટા વડલાના થડ નીચે ઓથ લઈ ઊભા. એવામાં એક કેસરી સિંહ ત્યાંથી નીકળ્યો. ઊંચા ડુંગરની વૈચેથી નીચે ઊતરી આવ્યો. લાંબી ફળ ભરતો પોતાની ગુફા તરફ ચાલ્યો જાય છે. ભરવાડ, રબારી, ચારણ સૌ માલધારીઓ જોઈ રહ્યા. માથાથી પૂંછડા સુધી માપો તો પૂરો / પંદર હાથ લાંબો, પોણા પોણા હાથની કેશવાળી, ભુરિયાં લટુરિયાં ગોઠા સુધી ‘ ઝપાટા લેતા આવે છે.

એક સાથે વીસ વીસ ભેંસોની છાશ થતી હોય એવી એની છાતી ધમુ ધમ્ ગાજતી આવે છે. પગની ખરાંટી સાથે પોણો પોણો શેરના પથરા, ઝાડનાં ડાળો દૂર ઊડતાં આવે છે. એવા અસલ કેસરી સિંહને નીરખી માલધારીઓ તાજુબ થઈ ગયા. એવામાં મેઘ ગાજ્યો અને સિંહે સામી ત્રાડ મારી એટલે વરસાદમાં ભીંજાયેલાં, કોકડું વળીને ઊભેલાં ઘેટાં જેમ આવ્યું તેમ નાઠા. સિંહે એની તરફ નજર ફેંકી. અત્યારે એ શિકારની શોધમાં ન હતો, જેમ તેમ કરીને પોતાના રહેઠાણમાં જવા અધીરો બન્યો હતો.

છતાં તેણે પોતાના સ્વભાવ અનુસાર એક વાર પાછું વાળીને જોયું તો ઘેટને નાસતાં જોયાં. તેમાં ઘેટાનાં ટેળાં સાથે પેલા સિંહના બચ્ચાનેય ભાગતું દીઠું. એકદમ એ કેસરી સિંહની પીળા પારા જેની આંખો ઘeીદી થઈ. એના શરીરમાં કૌધની જ્વાળા ઊઠી અને એક જ કલૈગ એ પેલ ચા પાસે જઈ પહોંચ્યો અને તેને મોંમાં પકડી લીધું, બિલાડી ઉંદરને પકડે હતું. છાતી ધડકું ધડૂક થતી હતી.

એ જોઈને સિંહનો ક્રોધ વધ્યો. એન્ને રાહ એને પકડીને નદીકિનારે લઈ ગયો. બચ્ચાને છૂટું મૂક્યું. એનું શરીર તેમ નહીં, પણ પોતાના બચ્ચાને પકડે તેમ પોતાની આંખો બચ્ચા સામે ઠેરવી પોતાના પંજાથી એની પીઠ પંપાળી. કૌધનો ભાવ ઓછો થયો. વાત્સલ્ય ઊભરાયું. બચ્ચાની બીક કંઈક ઓછી થઈ. એને ધીરજ આવી એટલે પછી સિંહ બોલ્યો : પેઢનાં રોળાં સાથે તું કેમ નાસી જતું હતું ? આમ જો તું કોણ છો ?”

એમ કહી તેનું મોં પાણી તરફ નમાવ્યું. પોતે. પણ પાણીમાં જોઈ રહ્યો. પછી બોલ્યો : ‘તારે પણ મારા જેવી કેશવાળી છે. તારી અખો મારા જેવી જ છે. તારી છાતી અને મારી છાતી જો. તું ઘેટું નથી, સિંહ છો.’ આમ બોલતાં સિંહે ત્રાડ મારી એટલે બચ્ચાએ પણ સામી ત્રાડ મારી. સિંહ છલાંગ મારી સામે કાંઠે કૂદી ગયો એટલે સિંહનું બચ્ચું પણ એની પાછળ ક્લાંગ મારીને સામે કિનારે પહોંચ્યું અને સિંહની સાથે જંગલમાં અદૃશ્ય થયું.

Summary

હિમાલયની પેલે પારથી આવતા દુર્જેય શત્રુની સામે કે એથી વધારે દુર્રીય ગણાતા આંતરિક શત્રુઓ સામે ઝૂઝવા અને વિજય પ્રાપ્ત કરવા માટે કેવળ -આત્મભાન, આત્મજાગૃતિ, સ્વમાન અને સ્વત્તરક્ષા અર્થે પોતાના અજેય સિંહત્વનું ભાન થવાની જરૂર છે. ઉપનિષદકાળથી પોતાની નિર્ભયતા અને આત્મ સાક્ષાત્કારના તેજથી જગદ્ગુરુ પદે વિરાજતા ભારતનાં સંતાનો, પોતાનું એ આત્મગૌરવ નિરંતર સાચવીને માનવતાની દીવાદાંડીરૂપ બન્યાં છે અને સદાય બનશે.

Leave a Comment